________________
૨૩૨
ખંભાતનાં જિનાલયો
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં પણ ખંભાતના વિસ્તારોનાં જિનાલયોનું વર્ણન કર્યા બાદ સકરપર નામના ગામમાં ચિંતામણિ પાર્શ્વનાથ અને સીમંધરસ્વામીના જિનાલય હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે જે નીચે મુજબ છે :
ખંભાતથી આશરે અડધો ગાઉ સકરપર ગામ છે ત્યાં બે દેહેરાં છે. ૮૦. ચીંતામણ પારસનાથજીનું. ૮૧. મંધર સ્વામીનું
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સકરપોળમાં ચિંતામણિ પાર્શ્વનાથજી તથા સીમંધરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલયો તરીકે થયેલો છે. તે સમયે ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની સાત પ્રતિમાજીઓ અને સીમંધરસ્વામીના જિનાલયમાં પાષાણની ત્રણ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે બંને જિનાલયોના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખંભાત શહેરની ચૈત્યપરિપાટી સમાપ્ત કર્યા બાદ પરામાં અગર નજીકમાં આવેલાં સ્થાનોમાંનાં જિનાલયો વિશે પૃ. ૫૬ પર નોંધ કરવામાં આવી છે જેમાં શકરપુર જવાના માર્ગનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ શકરપુરનાં બે જિનાલયો વિશેની માહિતી છે, જે નીચે મુજબ છે :
“સ્ટેશનથી આવતાં શાકમાર્કેટ આગળ જે “ગવારા દરવાજા નામે નગરનું મુખદ્વાર છે ત્યાંથી નીકળી જમણા હાથે વળી થોડોક માર્ગ કાપતાં મોચીવાડ શરૂ થાય છે. ડાબા હાથ ઉપર આવતા ખાંચામાં જીવાતના ઓરડા તરીકે ઓળખાતા સ્થાનમાં એક ભાગ પર નાની દહેરી છે જેમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિની ચરણપાદુકા તદ્દન જીર્ણ અવસ્થામાં છે. ત્યાંથી આગળ વધતાં રેલવેલાઈનનો પુલ બાંધેલો છે તેની તળે થઈ, કેટલોક રસ્તો કાપતાં શકરપુર તરીકે ખ્યાતિ ધરાવતા પરાની સીમા આવી લાગે છે. દેહરા તરફ જવાના બે માર્ગ છે. એક ધોરી પણ જરા ફેરાવાવાળો, બીજો સહેલો છતાં આંટીઘૂંટીવાળો. ઉભયનું સંધાન થાય છે ત્યાં તો પરાંનાં મકાનો તેમ જ છાપરાં દષ્ટિગોચર થાય છે, થોડે દૂર જતાં પોળ આવે છે તેમાં પ્રવેશ કરી, જરા ચઢાણવાળો માર્ગ કાપતાં ગુરુમંદિરની ધ્વજા તેમજ કંપાઉંડનો દરવાજો દેખાય છે. વિશાળ ચોગાનના એક ભાગ ઉપર થોડા સમય પૂર્વે જ જેની જીર્ણતા ગાંધી ભીખાભાઈ કસ્તુરચંદના પ્રયાસના પરિણામે નષ્ટ થઈ છે અર્થાત તેનો જીર્ણોદ્ધાર થયો છે એવા સીધી લાઇનમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને બીજામાં સીમંધરસ્વામી મૂળનાયક તરીકે બિરાજે છે. બંને દહેરામાં જાણવા જેવો કોઈ લેખ નથી, પણ આચાર્યોની પાદુકાઓ ઉપર છૂટાછવાયાં લેખો છે જે લગભગ ૧૮મી શતાબ્દીના છે.”
સીમંધરસ્વામીના દહેરાની બાજુમાં પૂર્વમુખે, થોડી ઊંચાઈવાળું શ્રી વિજયનેમિસૂરિ સ્થાપિત એક ગુરુમંદિર છે, જેમાં મધ્ય શ્રી ગૌતમસ્વામી ભગવાનની સાધુવેશની મૂર્તિ છે અને આજુબાજુમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org