________________
ખંભાતનાં જિનાલયો
૨૩૧
ધૂમઈ પગલાં ગુરુ તણાં રે લાલ, શ્રી હીરવિજય સૂરીસ, જા.
શ્રી વિજયસેનસૂરી તણું રે લાલ, વડૂઈ થુભ જ ગીસ, જા. / ૫
કવિ શ્રી ઋષભદાસ રચિત શ્રી હીરવિજયસૂરિરાસમાં (સં. ૧૬૮૫) શકરપુરના જિનાલય વિશે નીચે મુજબની નોંધ મળે છે :
શક્કરપુરિ શ્રીમલ રે કીકા વાઘા કરે દહેરૂં પોષધશાલમ્યું એ.
ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ પુસ્તકના પૃ. ૬૭ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આવે છે :
સંહ ૧૬૭૭માં શકરપુરના ચિંતામણિ પાર્શ્વનાથના દહેરામાં શ્રી વિજયદેવસૂરિ હસ્તે સુવિધિનાથ બિબની પ્રતિષ્ઠા થઈ છે.”
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં શકરપુરમાં ચાર જિનપ્રાસાદોનો ઉલ્લેખ આવે છે. સં. ૧૬૭૩માં વિદ્યમાન પાંચ જિનાલયો પૈકી શીતલનાથજીના જિનાલયનો ઉલ્લેખ સં ૧૭૦૧માં મળતો નથી. બાકીનાં ચાર જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
...... શકરપુર પાર્શ્વનાથ રે ૨૭ જિ અમીઝરઈ ત્રેતાલીસ સોહઈ આદીશર પાંચ સાત રે ચિંતામણિ વલી ત્રઈસઠિ સુંઠરઈ માઝનઈ સઈ સાત રે ૨૮ જિ
અઢાર સહિત સીમંધર વંદુ અકબરપુરિ જાશું રે - સં. ૧૮૧૭માં પદ્મવિજય રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં સક્કરપુરમાં બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે જે નીચે મુજબ પ્રાપ્ત થાય છે :
ત્રંબાવતી તીરથ તણી રે કહુ પરિપાટી જગીસો રે ૧ અગણ્યોત્તર દેઉલ ભલાં રે, સક્કરપુરમાં રે દોય
એક દેઉલ ઉંદલમાં રે દેવી અચરિજ હોય રે. ૨ ભવિ સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં સકરપરમાં બે જિનાલયોનો ઉલ્લેખ ક્રમાંક ૮૪ અને ક્રમાંક ૮૫માં નીચે મુજબ આવે છે :
અથ સકરપરમાં દેહરાં ૨ - ૮૪. શ્રી સીમંધરસ્વામીનું દેહરું ૮૫. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેહરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org