________________
ખંભાતનાં જિનાલયો આવી નૃપ નંબાવતી માંહિ, હેમાચાર્ય દીક્ષા જીહાં, અલંગવસહી પોલિ વિશેષ, વીર પ્રાસાદ કર્યો તિહાં એક.
૯૨ રત્ન બિબ તિહાં થાપી સાર, હેમ પાદુકા ત્યાં કરાઈ અપાર, પુસ્તક તણો કરઈ ભંડાર, કીધું રાય સફલ અવતાર.
વસ્તુપાલે સાલિગપ્રાસાદના ગર્ભમંડપનો જીર્ણોદ્ધાર કર્યો અને તે ગર્ભમંડપના દ્વાર આગળ પોતાની અને પોતાના અનુજ બંધુની લેખ સહિત બે મૂર્તિ સ્થાપના કરી અને તે ચૈત્યની પરિધિમાં ગુર્જરવંશી લક્ષ્મીધરના સુકૃત નિમિત્તે આઠ પાદુકાનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી વડદેવ તથા વૈરસિંહના પુણ્ય નિમિત્તે તેમના પક્ષના બે જુદાં ચૈત્યોમાં બે જિનબિંબ સ્થાપન કરાવ્યાં તેમજ ઓસવાળ ગચ્છના પાર્શ્વનાથ પ્રભુનાં ચૈત્યમાં પોતાની અને પોતાના પુત્રની એમ બે મૂર્તિ કરાવી. વળી તે ચૈત્યમાં તેમણે પોતાના પૂર્વજોના પુણ્ય નિમિત્તે શ્રેયાંસ પ્રભુની, પોતાના પુણ્ય નિમિત્તે યુગાદિદેવની, અને પોતાની સ્ત્રીઓના પુણ્ય નિમિત્તે આદિનાથ અને મહાવીર ભગવંતની પ્રતિમાઓ સ્થાપના કરી. વળી તે ચૈત્યના ગર્ભમંડપમાં મોક્ષનગરના દ્વારના તોરણ સ્તંભ સમાન બે કાયોત્સર્ગી જિનેશ્વરની મૂર્તિ કરાવી. વળી થારાપદ્રક ગચ્છના શાંતિનાથના મંદિરમાં ત્રણ બલાનકવાળા ગર્ભમંડપનો ઉદ્ધાર કરાવ્યો, અને તે જ ચૈિત્યમાં પોતાની કલિકા નામની ફોઈના પુણ્ય નિમિત્તે અને પોતાના કાકા તિહુઅણપાલના પુણ્ય નિમિત્તે અને પોતાના પુણ્ય નિમિત્તે પોતે કરાવેલ શારદા પટ્ટશાલામાં અનુક્રમે સંભવનાથ તથા અભિનંદન સ્વામીની આ મૂર્તિ સ્થાપન કરી. વળી તેણે વિવિધ રચનાવાળાં ૮૦ પાષાણનાં તોરણો ખંભાતમાં કરાવ્યાં.
આ એવો જમાનો હતો જ્યારે શ્રેષ્ઠીઓ પણ પોતાની સંપત્તિને ધર્મકાર્યોમાં વહેવડાવતા હતા. તેઓ પોતાના ગામ સિવાયના અન્ય ગામમાં પણ જિનાલય બંધાવતા તથા સમાજને ઉપયોગી કાર્યો કરતા. અંચલગચ્છના શ્રી અજિતસૂરિ(સં. ૧૨૯૧ પછી)ના સમયમાં બનેલી આ ઘટના ઉલ્લેખનીય છે :
- વર્ધમાન શેઠે મહિયલ ગામમાં શ્રી આદિદેવનો જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં અને તેમાં ત્રણ લાખ રૂપિયા ખરચ્યા. આ વંશના જગમલ શેઠ એક વખત મથુરા ગયેલા. ત્યાં તેમને સ્વપ્નમાં શ્રી મુહરી પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવે કહ્યું કે ઠાકરના ઘરમાં જે પાર્થ પ્રભુની મૂર્તિ છે, તે દામ આપીને લેવી. તેઓ તે મૂર્તિ લઈ ખંભાત આવ્યા અને અહીં પાંચ લાખ રૂપિયા ખરચીને જિનપ્રાસાદ બંધાવી તેમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. આ ઘટના અંચલગચ્છીય પરંપરાના આચાર્ય શ્રી અજિતસિંહસૂરિના (સં. ૧૨૯૧ પછી) સમયમાં બની.
આ જ રીતે શ્રેષ્ઠી નાગજીનું નામ પણ જાણીતું છે. તેણે મોટું જિનમંદિર બંધાવ્યું તથા ધર્મમૂર્તિસૂરિનો સૂપ કરાવ્યો.
ઉપદેશતરંગીણિના રચનાર રત્નમંદિરગણિ ખંભાતના ભીમાશાનું દષ્ટાંત આપતાં જણાવે છે:
સ્તંભતીર્થમાં કોઈક ભીમ નામના શ્રાવકે નગરની અંદર જગા નહિ મળવાથી નગરની બહાર ઘણું દ્રવ્ય ખરચીને ચંદન અને હાથીદાંતોથી એક પૌષધશાળા બંધાવી ત્યારે કોઈકે તેને કહ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org