________________
ખંભાતનાં જિનાલયો જે તૂટક તૂટક નીચે મુજબ વંચાય છે ?
સં. ૧૩૩૯.... જેઠ વદ છઠ.......... ગુણસેનસૂરિ.......... સરસ્વતી દેવી....”
સરસ્વતી દેવીની ઉપર જણાવેલી પ્રાચીન મૂર્તિઓ ખંભાતની જૈન પરંપરામાં જ્ઞાનની ઉપાસના અને આરાધનાને જે મહત્ત્વ આપવામાં આવતું હતું તેની દ્યોતક છે.
સંઘવીની પોળમાં સોમચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં પદ્માવતીદેવીની પ્રાચીન અને ચમત્કારિક મૂર્તિ બિરાજમાન છે. જો કે તેના પર મૂર્તિલેખ નથી. પરંતુ આ પ્રાચીન પ્રતિમાનો ઉલ્લેખ સં. ૧૯૦૦માં મળે છે. મૂર્તિ તે સમયથી પણ ઘણી પ્રાચીન હોવાની સંભાવના છે.
તત્કાલીન રાજાઓ તથા તેમના મંત્રીઓ પર પણ જૈનધર્મનો વિશેષ પ્રભાવ પડ્યો છે અને તેઓ દ્વારા જિનાલય તથા જિનબિંબોની રચના થઈ છે. સં. ૧૧૨૧ થી સં. ૧૧૫૦ના સમય દરમ્યાન અણહિલપુરની ગાદી પર સોલંકી વંશનો રાજા કર્ણ હતો. તેના ત્રણ મંત્રીઓ પૈકી ઉદયન મંત્રી ખંભાતમાં રહેતો હતો. કર્ણ રાજાએ એની ધર્મપ્રિયતા, કુલીનતા, ધનાઢ્યતા અને કુશળતા ઇત્યાદિ ગુણો જોઈ પોતાનો મંત્રી બનાવ્યો હતો. આ ઉદયન મંત્રીએ કર્ણાવતીમાં ઘણું દ્રવ્ય ખર્ચા ઉદયવસહી નામના મોટા દેવલમાં ૭૨ તીર્થકરોની મૂર્તિઓ પધરાવી હતી.
મહારાજા સિદ્ધરાજે સોરઠનો કારભાર સજ્જનને સોંપ્યો હતો. દંડનાયક સજ્જન વિશે કવિ ઋષભદાસે કુમારપાલરાસમાં નીચે મુજબની વિગતો જણાવી છે :
ઉંદર્યા ગામ તણઈ વિષય, રહઈ સાજણ શેઠ, કર્મિ તે નિધન થયો, દુખિં ભરઈ પેટ. કુલદેવી તસ ઈમ કહઇં, તુઝનઈ સુખ ખંભાતી ઋદ્ધિ સિદ્ધિ, સુખ સંપદાસ વાધઈ તાહરી ખાતિ
૨OO દેવી વચને વાણીઓ, ચાલ્યો તેણીવાર, શકરપુરમાં જઈ રહ્યો, તિહાં રંગઈ ભાવસાર
૨૦૧ સજ્જનને કુલદેવી તેના સપનામાં આવી કહી ગઈ કે તું ખંભાત જા. ત્યાં તને સુખ સંપત્તિ અને કીર્તિ મળશે. આથી તે ખંભાત પાસેના શકરપુરમાં રહ્યો. તેણે પ્રધાન થયા પછી સોરઠપ્રાંતની ત્રણ વર્ષની ઊપજ ભેગી કરી તે વડે ગિરનાર ઉપર શ્રી નેમિનાથનું જિનાલય બંધાવ્યું હતું. જો કે આ સજ્જન મંત્રીના ખંભાતના નિવાસ અંગે વધુ સંશોધનની જરૂર છે.
તે સિદ્ધરાજ તથા કુમારપાલના સમયમાં આ નગર પર અધિકારીઓની મીઠી નજર હતી. રાજા કુમારપાળે તો પોતે જૈનધર્મ અંગીકાર કર્યો હતો. પોતાના ગુરુ હેમચંદ્રાચાર્યની દીક્ષા સાલિગલસહિકામાં થયેલી. રાજા બન્યા બાદ, કુમારપાલે સાલિગલસહિકાનો જીર્ણોદ્ધાર કર્યો અને આ રીતે ગુરુઋણ અદા કર્યું. આ ઉપરાંત, તેમણે અલંગવસહી પોલિમાં વીરપ્રાસાદ બંધાવ્યો અને તેમાં રત્નબિંબ સ્થાપ્યું. હેમચંદ્રાચાર્યની પાદુકા બનાવરાવી. પુસ્તકભંડાર બનાવ્યો. કવિ ઋષભદાસે કુમારપાળરાસમાં આ અંગે ઉલ્લેખ કર્યો છે :
૧૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org