________________
ખંભાતનાં જિનાલયો
પાળી હતી. અગ્નિસંસ્કારની જગ્યાએ ખંભાતના સોમજી શાહે સ્તૂપ કરાવ્યો. તે સૂપ પરની પાદુકા અંગેનો ઉલ્લેખ સં૧૯૮૪માં ખંભાતનો ઈતિહાસ અને ચૈત્યપરિપાટી ગ્રંથમાં નીચે મુજબ કરવામાં આવેલો છે :
“કાળક્રમે અકબરપુર પડી ભાંગતાં સૂપ પરની પાદુકા આજે ભોંયરાપાડાના શ્રી શાંતિનાથના જિનાલયમાં રક્ષાઈ રહી છે.”
આજે એ જિનાલયમાં કેટલીક પાદુકાઓ છે પરંતુ ઉપર્યુક્ત પાદુકા અમારા સંશોધન દરમ્યાન અમને માલુમ પડી નથી. જો કે આ અંગે વધુ તપાસ તથા સંશોધન કરવાથી તે પાદુકા અંગે વિશેષ પ્રકાશ પડી શકે તેમ છે.
આચાર્ય શ્રી હીરવિજયસૂરિના હસ્તે થયેલ એક દીક્ષા મહોત્સવ પણ અત્રે ઉલ્લેખનીય છે. અભયરાજ નામનો શ્રાવક પાટણનો હતો. સમસ્ત પરિવાર દીક્ષાની ભાવનાવાળા હતા. તેઓને હીરવિજયજીના હસ્તે દીક્ષા લેવી હતી અને ગુરુ ખંભાતમાં હતા. તેથી ત્યાં આવીને પોતે તથા પોતાના પુત્ર, પુત્રી અને ચાર નોકરો સાથે કંસારી પાસેના આંબા સરોવર (આંબાખાડના નામથી તે જગ્યા ઓળખાય છે) પાસેના રાયણના ઝાડ નીચે દીક્ષા લીધી. આવી રીતે નવ જણે એકીસાથે દીક્ષા લીધી તે જોઈને શ્રીમાળી જ્ઞાતિના નાગજી નામના એક ગૃહસ્થને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેણે પણ તે જ ક્ષણે દીક્ષા લીધી. તેનું નામ ભાણવિજય રાખવામાં આવ્યું.
સં. ૧૧૧૧માં એક અદ્દભુત ઘટના ઘટી. થાંભણ ગામમાં શેઢી નદીના કાંઠેથી એક દિવ્ય મૂર્તિને અભયદેવસૂરિએ જયતિહુઅણ સ્તોત્ર દ્વારા પ્રકટ કરી હતી. આ મૂર્તિનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. સં. ૧૩૬૮માં આ મૂર્તિને ખંભાતમાં લાવ્યા અને ત્યારથી ખંભાત નગરીને “સ્થંભતીર્થ' નામ પ્રાપ્ત થયું. સ્થંભતીર્થના મહિમાનું ગાન જૈન ગ્રંથોમાં અનવરત ગુંજી રહ્યું છે. સૈકાઓ પર્યત રચાયેલા સ્થંભન પાર્શ્વનાથનાં સ્તવનોનો એક દળદાર ગ્રંથ રચાય તેટલી વિપુલતાથી એના સ્તુતિગાન થયા છે અને આ રીતે એનો મહિમા અપાર ગવાયો છે.
ખંભાતમાં અનેક ધાતુ-પાષાણનાં જિનબિંબો તથા દેવ-દેવીઓની મૂર્તિની પ્રતિષ્ઠા થયેલ છે. એમાં સરસ્વતીની મૂર્તિ તથા પદ્માવતીની મૂર્તિઓની પ્રતિષ્ઠા ઉલ્લેખનીય છે :
સં. ૧૨૮૦માં ચંદ્રગચ્છના આચાર્ય જયસિંહે વીરવસહિકામાં સરસ્વતીદેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. આજે જીરાળાપાડાના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં “સં. ૧૨૮૦... શ્રી ચંદ્રગચ્છ શ્રી વીર વસહિકા ચૈત્યે સરસ્વતી પ્રતિમા. શ્રી પદમા તથા પત્ની પઘલ દેવી ઘાં સ્વચ્છે . યદ્યાચાર્યશ્રી જયસિંહસૂરિભિઃ પ્રતિષ્ટિત” – એ મુજબના ઉલ્લેખવાળી મૂર્તિ છે.
૧૪મા સૈકામાં ખંભાત ઉપર થયેલાં વિવિધ આક્રમણોમાં જિનાલયોનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે પણ સરસ્વતી દેવીની આ મૂર્તિને સાચવી લેવામાં આવી–જાળવવામાં આવી અને આજે પણ એ મૂર્તિની સરસ જાળવણી થઈ રહી છે.
સં. ૧૩૩૯માં આ શ્રી ગુણસેનસૂરિએ સરસ્વતીદેવીની પ્રતિષ્ઠા કરી હતી. જીરાળાપાડામાં આવેલા મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં સરસ્વતીદેવીની મૂર્તિ પર લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org