________________
ખંભાતનાં જિનાલયો
૨૨૭
આ ઉપરાંત અહીં શેઠ ધરમચંદ પૂંજાભાઈના ઘરદેરાસરનો ઉલ્લેખ પણ થયેલો છે. મૂળનાયક શાંતિનાથજીના ઘરદેરાસરના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવી છે. તે સમયે સુપાર્શ્વનાથજીના જિનાલયમાં પાષાણની દસ પ્રતિમાજીઓ તથા શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની ત્રેવીસ પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. આ બંને જિનાલયોનાં મકાનોની સ્થિતિ તે સમયે સારી દર્શાવવામાં આવી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આળીપાડામાં આવેલા શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની ચૌદ પ્રતિમાજીઓ અને સુપાર્શ્વનાથજીના જિનાલયમાં પાષાણની ત્રણ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. ઉપરાંત તેના પૃ. ૫૪ ઉપર આ જિનાલયો વિશે નીચે મુજબની નોંધ જોવા મળે છે :
ખૂણામાં વિશાળ બાંધણીવાળું દેરાસર આવેલું છે જેમાં શ્રી શાંતિનાથ તથા સુપાર્શ્વનાથજી મૂળનાયકવાળાં જોડાજોડ બે દેહરાં છે. શાંતિનાથજીવાળું દહેરૂં વિશેષ પહોળું છે. રંગમંડપનો ભાગ પ્રાચીન કલાકારીગરીનો ખ્યાલ આપે છે. વ્યવસ્થા શા. બકોરદાસ પીતાંબરદાસ હસ્તક છે. તેઓ નજીકમાં રહે છે. સામે પોરવાડ જ્ઞાતિની ધર્મશાળા છે.”
સં. ૨૦૧૦માં જેને તીર્થ સર્વ સંગ્રહમાં આળીપાડામાં શાંતિનાથજીનું જિનાલય ઘુમ્મટબંધી દર્શાવવામાં આવ્યું છે. સુપાર્શ્વનાથજી જિનાલયના નામનો અલગ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તે સમયે આ જિનાલયમાં પાષાણની ચૌદ પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે. આ જિનાલયનો વહીવટ શેઠ પ્રેમચંદ છોટાલાલ હસ્તક હતો. અને તે સમયે મેડા ઉપર ધાતુની એક ગુરુમૂર્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલમાં આ જિનાલયનો વહીવટ શ્રી ઇન્દ્રવદન નટવરલાલ ચુડગર હસ્તક છે. જિનાલયની દેખરેખ શ્રી મહેન્દ્રભાઈ ઠાકોરલાલ શાહ રાખે છે જેઓ આળી પાડામાં જ રહે છે.
આ જિનાલય વિશાળ બાંધકામવાળું છે. રંગમંડપમાં કાષ્ઠની કોતરણી તેની પ્રાચીન ભવ્યતાનો ખ્યાલ આપે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૩૦ તથા નં.૩૧) મધ્યે ઝરૂખાબારી તથા ટોડલાઓ ઉપર ભગવાનનાં નાનાં-નાનાં શિલ્પો છે. આખું જિનાલય કોતરણીયુક્ત હોવાથી સુંદર અને મનોહર લાગે છે. સં. ૧૯૯૬માં જિનાલયનો જીર્ણોદ્ધાર કરી તેને વિશાળ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. રંગમંડપમાં એક બાજુના ગોખમાં યક્ષ-યક્ષિણીઓની પાષાણની મૂર્તિઓ છે. જમણી બાજુ ગોખમાં શ્રી પદ્માવતીદેવીની પાષાણની મૂર્તિ બિરાજમાન છે. અહીં શત્રુંજય, ગીરનારજીના પટ છે.
જીર્ણોદ્ધાર અંગે ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથના પૃ. ૨૮ ઉપર નીચે મુજબની નોંધ પ્રાપ્ત થાય છે :
‘સં. ૧૯૯૬માં તે જિનાલયનો (આળીપાડાના શાંતિનાથના જિનાલયનો) જીર્ણોદ્ધાર થવા માંડ્યો છે. તેની બાંધણી ભવ્ય કરવામાં આવી છે. વચમાંનો તે મંડપ ઘણો સુંદર અને કોતરણીથી ભરપૂર હોવાથી જોવા યોગ્ય છે. સં૧૫૫૩ના વૈશાખ વદિ ૧૧ને ગુરુવારે જસાકે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યાનો લેખ મળે છે. જે કદાચ આ જિનાલયના મૂળનાયક હોય એમ સંભવ છે.”
મૂળનાયક શ્રી શાંતિનાથજીની બંને બાજુએ આદેશ્વરજીની પ્રતિમાજીઓ બિરાજમાન છે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org