________________
૨૧૮ *
ખંભાતનાં જિનાલયો
હાલ વિશાળ જગ્યા ધરાવતાં આ જિનાલયના કંપાઉંડમાં પ્રવેશવા માટે જાળીવાળા બે પ્રવેશદ્વાર છે. જિનાલયની બંને બાજુ ઘુમ્મટયુક્ત દેરીઓ આવેલી છે. જિનમંદિરની ઉત્તર દિશામાં આવેલી દેરીમાં જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિની આરસમૂર્તિ મધ્યમાં બિરાજમાન છે. તેમની જમણી બાજુ આ. શ્રી વિજયવલ્લભસૂરિજી અને ડાબી બાજુ શ્રી હર્ષસૂરિની આરસમૂર્તિ બિરાજમાન છે. આ ત્રણે ગુરુમૂર્તિઓ પર “સં. ૧૯૯૪ કાર્તિક વદિ ૫ સોમવાર પ્રાગ્વાટ જ્ઞાતીય સાભાઈચંદ કશળચંદ'નો ઉલ્લેખ છે. જિનમંદિરની ડાબી બાજુ દક્ષિણ દિશામાં તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી મણિભદ્ર યક્ષનું મંદિર તથા આદેશ્વરની ચરણપાદુકાની દેરી પણ આવેલ છે. આ ચરણપાદુકા ઉપર “સં. ૧૯૯૪... કારતક વદ પાંચમ.” એવું વંચાય છે. આદેશ્વરના આ પગલાંની દેરી પહેલાં ત્યાં ને ત્યાં રાયણના ઝાડ નીચે હતી. હાલમાં એવું કોઈ ઝાડ નથી. પરંતુ સં૨૦૧૦માં એ ઝાડનો ઉલ્લેખ થયેલો છે.
જિનાલયના રંગમંડપમાં પ્રવેશી શકાય તેવા કુલ ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં ગર્ભદ્વાર પાસે જમણી તથા ડાબી બાજુના ગોખમાં ગૌમુખયક્ષ અને ચક્રેશ્વરી દેવીની મૂર્તિઓ છે. રંગમંડપમાં રંગકામ સુંદર છે. દીવાલો પરના થાંભલાઓ પર બેઠી મુદ્રામાં રંગકામયુક્ત પૂતળીઓનાં શિલ્પો છે. રંગમંડપમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસેની દીવાલ પર એક શિલાલેખ મૂકેલ છે. તેમાં જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા અંગેની માહિતી પ્રાપ્ત થાય છે. આ શિલાલેખ આ પુસ્તકના પ્રકરણ-૧૩માં મૂકવામાં આવેલ છે.
ગભારામાં કસોટીના પથ્થરના શ્યામ વર્ણના મૂળનાયક શ્રી આદેશ્વર ભગવાનની બેનમૂન પ્રતિમા બિરાજમાન છે. અહીં આરસના કુલ બાર પ્રતિમાજીઓ છે. ગભારાના ગોખમાં સંડ ૧૨૭૧નો લેખ ધરાવતા કલ્પવૃક્ષમાં ઉપર તથા નીચે એક-એક પ્રતિમાજી બિરાજમાન છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૯) એવી જ રીતે બીજા કલ્પવૃક્ષમાં માત્ર એક પ્રતિમાજી તેની આજુબાજુ કાઉસ્સગ્ગીયા અને નીચે પરિકર છે. જિનાલયમાં ભોંયરું છે પણ કોઈ પ્રતિમાજી નથી. તે બંધ રહે છે. ગભારામાં મૂળનાયક શ્રી આદેશ્વરજીના જમણે ગભારે નેમનાથ ભગવાન તથા ડાબા ગભારે શાંતિનાથજી બિરાજમાન છે. સ્થાનિક માહિતી પ્રમાણે ગભારામાંના નેમનાથ ભગવાન સામેના ઘરના ટાંકામાંથી મળી આવેલા. સં. ૧૯૬૩માં માંડવીની પોળમાં નેમનાથજીના જિનાલયનો ઉલ્લેખ આવે છે. અને તે સમયે તે જિનાલય જીર્ણ અવસ્થામાં હતું તેવો પણ ઉલ્લેખ મળે છે. ઉપરાંત સં૧૯૮૪ માં માંડવીની પોળમાં આદેશ્વરજીના જિનાલયના ઉલ્લેખમાં “નેમનાથજી બાજુમાં’ સંયુક્ત જિનાલય તરીકેનો ઉલ્લેખ મળે છે. તે સમયે તેમનાથજીનું જિનાલય અલગ દર્શાવવામાં આવ્યું નથી પરંતુ પાષાણની ચાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ અલગ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સં. ૧૯૯૩માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે. સંભવ છે કે તે તેમનાથજીના પ્રતિમાજી અહીં જિનાલયમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હોય અને સંયુક્ત દેરાસર એક બન્યું હોય.
જૈન તીર્થ સર્વ સંગ્રહ સં૨૦૧૦ માં ડુંગર કવિ કૃત ખંભાત ચૈત્યપરિપાટીના આધારે પૃ૦ ૧૪ પર આ જિનાલય અંગે નીચે મુજબની નોંધ આપે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org