________________
૨૧૬
ખંભાતનાં જિનાલયો
જિનાલયના વહીવટકર્તા શ્રી જયંતિલાલ દીપચંદ શાહની ઉંમર આજે ૭૦ વર્ષની છે. તેઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે માંડવીની પોળના કૂવા સામેના કુંથુનાથજીના જિનાલયમાં આરસનો એક શિલાલેખ હતો તે મુજબની નોંધ “આર્કયોલોજી ડિપાર્ટમેન્ટ'માં છે. આજે આવો કોઈ શિલાલેખ જિનાલયમાં જોવા મળતો નથી.
ટૂંકમાં માંડવીની પોળમાં આવેલું કુંથુનાથજીનું આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાના સમયનું છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૭)
માંડવીની પોળ આદેશ્વર (૧૬મો સૈકો અથવા તે પહેલાનું)
માંડવીની પોળમાં કુંથુનાથજીના જિનાલયથી જરાક આગળ જતાં શ્રી આદેશ્વરજીનું ઘણું મોટું શિખરબંધી પ્રાચીન જિનાલય આવેલું છે :
૧૯મા સૈકામાં ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં આલિગવસહીમાં આદિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
આલિગ વસહી આદિનાથ સામેલ મન મૂરતિ,
સુરતાણ પૂરિ શ્રી શાંતિનાથ પ્રભા આશા પૂરઈ. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત “સંબાવતી તીર્થમાલામાં “અલંગ વસહીની પોળ'માં ઋષભદેવ(આદિનાથ)ના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
અલંગ વસઈની પોલ્યમાં, ત્રણ્ય પ્રાસાદ ઉત્તમ |
રીષભદેવ વીસ બંબ શું, સ્વામી સાંમલ રંગ /લો. ૧૯મા સૈકામાં કવિ ડુંગર તથા સં. ૧૯૭૩ માં કવિ શ્રી ઋષભદાસ આદેશ્વરજીના આ પ્રતિમાજી શ્યામ રંગના હોવાનો ઉલ્લેખ કરે છે. આજે પણ એ જ શ્યામ રંગના પ્રતિમાજી માંડવીની પોળના આ જિનાલયમાં બિરાજમાન છે.
સં. ૧૭૦૧માં મહિસાગર રચિત “ખંભાઈતિ તીર્થમાલા'માં “અલિંગવસહી'ના આદેશ્વર ભગવાનના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
રવજી ચેલાની પોલિ, પાસ જિન પંચાવન પ્રતિમા સહી
અલિંગ વસહીઈ આદિ જિનવર ત્રાણું મૂરતિ મઈ લહી ૨૦ સં. ૧૯૦૦માં આદિનાથ ભગવાનનું દેરાસર તથા કુંથુનાથજીનું જિનાલય માંડવીની પોળના વિસ્તારમાં દર્શાવવામાં આવેલું છે. એટલે કે તે સમયે આ વિસ્તાર માંડવીની પોળના નામથી પ્રચલિત થયો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org