________________
ખંભાતનાં જિનાલયો
જિનાલયની ફરતે કોટ કરેલ છે. કંપાઉંડમાં જમણી બાજુ બગીચો તથા ફુવારાની સુંદર રચના કરેલ છે. ડાબી બાજુ એક દેરી આવેલી છે. મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ નાહવાની રૂમો છે. કંપાઉંડમાં ફરતે દીવાલોમાં જયપુરી પથ્થરનો ઉપયોગ થયેલો જણાય છે. અને કોટની ઉપર ફાનસની ગોઠવણી છે. અહીં કંપાઉંડમાં એક છૂટો આરસનો પથ્થર પડેલો છે જેના પર એક પુરુષ અને ત્રણ સ્ત્રીઓની આકૃતિ કંડારેલી છે તેની નીચે એક લેખ કોતરેલ છે જે નીચે પ્રમાણે છે.
૨૦૦
“મહં આસિગ મહંતી સૂહવદેવી મહંતી સીતાદેવી મહત્તી મદમ સં. ૧૩૫૩ વર્ષે દ્વિતીય ફાગુન સુદી ૯ ૨વૌ સ્તંભતીર્થે શ્રી વીરવસહિકા મધ્યે મહં મંડલિકેનમાયૈ .....વો શ્રેયસે આરાધક ë કારિતાઃ । શિવમસ્તુ મંગલં । ભવતુ ।” (જુઓ ફોટોગ્રાફ નં ૨૬)
ત્રણ મજલાવાળું આ જિનાલય પાંચ શિખર તથા રંગમંડપમાં એક ઘુમ્મટ ધરાવે છે. કંપાઉંડમાં ડાબી બાજુ આવેલી દેરીમાં મહો. શ્રી વીરવિજયજીની આરસની ગુરુમૂર્તિ બિરાજમાન છે. તેમની મૂર્તિ પર સં૰ ૧૯૭૬નો મૂર્તિલેખ છે. આ ઉપરાંત અહીં શ્રી વીરવિજયજીની પાદુકા વિદ્યમાન છે જેના પર પણ સં ૧૯૭૬નો લેખ છે.
ભોંયરામાં શ્રી નેમિનાથજીની શ્યામલ મૂર્તિ મૂળનાયક તરીકે બિરાજે છે. મૂળનાયકની ડાબી બાજુની ભીંત પર ચોવીસ તીર્થંકરનો આરસનો પટ છે. જમણી બાજુ ગર્ભદ્વાર પાસે અંદર ગભારામાં શ્રી સરસ્વતીદેવીની આરસની મૂર્તિ છે. આ મૂર્તિના પગ પાસે “સં ૧૨૮૦.... આચાર્ય જયસિંહ સૂરિ'ના લખાણવાળો એક લેખ છે. (જુઓ ફોટોગ્રાફ નં ૨૫) ગભારામાં પાષાણની પ્રતિમાજીઓની સંખ્યા સત્તર છે. અહીં મોટા ભાગના પ્રતિમાજીઓના હાથમાં વેઢા તથા નખ છે જે સંપ્રતિમહારાજના સમયની હોય તેમ સૂચવે છે, જે આ પ્રતિમાજીઓની વિશેષતા છે. અહીં કુલ ત્રણ ગર્ભદ્વાર અને વચ્ચે બે બારીઓ છે.
નેમિનાથજીના ગભારામાં જીરાલા પાર્શ્વનાથની આરસની એક પ્રતિમા છે. જીરાળા પાડામાં પૂર્વે જીરાઉલા પાર્શ્વનાથનું જિનાલય હતું તેને કારણે આ વિસ્તાર ‘જીરાઉલા પાડો’ ‘જીરાલા પાડો' તરીકે વિખ્યાત બન્યો હતો. જીરાલા પાર્શ્વનાથનું તે જિનાલય હાલ તો આ ઓગણીસ જિનાલયમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યું છે.
અહીં રંગમંડપ સાદો છે. ફર્શ કાળા તથા પીળા આરસની બનેલી છે. છત ઉપર ચારે બાજુ કાચના નાના નાના પટ્ટા મૂક્યા છે. મુખ્ય ગર્ભદ્વાર પર દર્શનીય મૂર્તિ છે. રંગમંડપ અને ગભારો લંબચોરસ છે.
-
મૂળનાયક શ્રી નેમિનાથની જમણી બાજુના પ્રવેશદ્વારથી બહાર નીકળતાં ડાબી બાજુ આગળ જતાં એક દેવકુલિકા આવે છે. અહીં ગભારામાં ૫૧ ઈંચ ઊંચાઈ ધરાવતા મોટા કદના શ્રી આદેશ્વરજીની પાષાણની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. મૂળનાયકની જમણી તથા ડાબી બાજુ કાઉસ્સગ્ગ મુદ્રામાં આરસની બે પ્રતિમાજીઓ છે. તે બંને પ્રતિમાજીઓના પરિકરમાં ૧૧૧૧ નાના પ્રતિમાજીના દર્શન થાય છે. અહીં પાષાણની કુલ પ્રતિમાજીઓની સંખ્યા ત્રણ છે જેમાં બે કાઉસ્સગ્ગિયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org