________________
ખંભાતનાં જિનાલયો
રહેતા. તેમનો આ કાર્યક્રમ માત્ર એક-બે દિવસનો નહોતો પણ જ્યાં સુધી એ ઉદ્ધારનું કામ પૂર્ણ ન થયું ત્યાં સુધી હંમેશા એ જ પ્રમાણે તેઓ જિનાલયના કાર્યમાં વ્યસ્ત રહેતા.
આ રીતે પૂજ્યશ્રીના મંગલ આશીર્વાદથી અને શેઠ પોપટભાઈ અમરચંદની અપૂર્વ ખંત અને મહેનતથી જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય ઝપાટાબંધ ચાલવા લાગ્યું.’
૧૯૯
શાસન સમ્રાટ ગ્રંથમાં પૃ॰ ૮૭ ૫૨ આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજીની જીવન કથા આલેખતા આચાર્યશ્રી શીલચંદ્રસૂરીશ્વરજી આ જિનાલયની પ્રતિષ્ઠા વિશેની વિગતપૂર્ણ માહિતી નીચે મુજબ આપે છે :
ખંભાતના શેઠ પોપટભાઈ અમરચંદ વગેરે આગેવાન ગૃહસ્થો ખંભાતજીરાવાલાપાડામાં ૧૯ દેરાસરોમાંથી તૈયાર થયેલા એક ભવ્ય શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા માટે પૂજ્યશ્રીને વિનંતી કરવા આવ્યા. આ દેરાસર પૂજ્યશ્રીની સત્પ્રેરણાથી તૈયાર થયેલું અને તેમાં તેઓશ્રીની પ્રેરણાથી શેઠ મનસુખભાઈ ભગુભાઈએ હજારો રૂપિયાની મદદ પણ ઘણી વાર કરેલી.
પોપટભાઈ શેઠ-વગેરેની ઘણી વિનંતિ થવાથી પૂજ્યશ્રી વૈશાખ માસમાં ખંભાત પધાર્યા. ત્યાં મોટા મહોત્સવ અને ઘણી ધામધૂમપૂર્વક જેઠ સુદ દશમના દિવસે એ મહાન જિનપ્રાસાદમાં જુદા જુદા ૧૯ ગર્ભગૃહો ગભારાઓમાં ૧૯ જિનાલયના મૂળનાયકજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી અને દેરાસરના મૂળનાયક તરીકે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના આહ્લાદક અને ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન કર્યા.
-
આ દેરાસરના ભૂમિગૃહમાં શ્રી ગિરનાર - તીર્થપતિ શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા જેવી જ શ્રી નેમિનાથ ભગવાનની અદ્ભુત અને રમણીય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી.'
આમ, પરિસ્થિતિને પારખીને રક્ષણાત્મક વ્યૂહથી ધર્મકાર્યમાં બુદ્ધિને વેગ આપવો એ સામાન્ય વાત નથી. જિનાલયજીના નિર્માણના આર્કીટેક્ચર પ્લાનમેકર અને એન્જિયર - બાંધકામ અધિકારી તરીકે પણ શ્રી પોપટભાઈએ એમની કુશાગ્ર બુદ્ધિનો પરિચય કરાવ્યો. એટલું જ નહીં, પથ્થરની ખરીદી કે આરસની ખરીદીમાં પણ જાતે હાજર રહેતા. તે સમયે દ૨૨ોજ ૧૫૦ કારીગરો ખૂબ જ તન-મનથી કામ કરતા હતા. તે સમયે આ મંદિર નિર્માણમાં આશરે રૂપિયા ચારથી પાંચ લાખ જેટલો ખર્ચ થયો હતો. આજથી ૯૦-૧૦૦ વર્ષ પહેલાના સમયમાં ચારથી પાંચ લાખ રૂપિયાનું મૂલ્ય આજના જમાનામાં કેટલું થાય તેની તો કલ્પના જ કરવી રહી !
પ્રસ્તુત જિનાલય આજે ખંભાતનું સૌથી મોટું દર્શનીય જિનાલય છે. ઉમદા હેતુસર આ
એક જ જિનાલયમાં બીજાં નાનાં વીસ જિનાલયો સમાવી લેવાય તેવી ત્રણ મજલાની એની વિશિષ્ટ બાંધણી પણ ધ્યાનાકર્ષક બની છે.
આ જિનાલયને ત્રણ પ્રવેશદ્વાર છે. મૂળનાયક તરીકે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, ભોંયરામાં શ્રી નેમિનાથ તથા પહેલા માળે શ્રી મલ્લિનાથજી બિરાજમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org