________________
૧૯૮
ખંભાતનાં જિનાલયો આચાર્યશ્રી શીલચંદ્રસૂરીશ્વરજીએ શાસન સમ્રાટ નામના ગ્રંથમાં આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જીવન કથા આલેખી છે. તે ગ્રંથના પૃ. ૫૮ ઉપર નિરાળા પાડાના ૧૯ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે :
ખંભાતમાં જીરાવલા પાડા વગેરે સ્થળોમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન આદિ ૧૯ પ્રાચીન જિનમંદિરો જીર્ણ થઈ ગયેલાં. એ ૧૯ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવો આવશ્યક હતો પણ જો એ ઓગણીસેય દેરાસરોનો જુદો જુદો ઉદ્ધાર કરાવે તો ખૂબ જ ખર્ચ થાય. વળી
જ્યાં જૈનોનાં ઘર ઓછાં હોય યા ન હોય ત્યાં ગોઠી-પૂજારી રાખવા, રક્ષણ માટે બંદોબસ્ત કરવો ઇત્યાદિમાં ઘણો ખર્ચ આવે”.
શેઠ શ્રી પોપટભાઈ. અમરચંદના મનમાં એવો વિચાર પણ આવ્યો કે જો એક જ સ્થળે એક વિશાળ જિનમંદિર થાય, તેમાં ભિન્ન-ભિન્ન ગભારાઓમાં એક એક જિનાલયના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, ગિરનાર તીર્થના મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા સદશે શ્રી નેમિનાથ પ્રભુ વગેરે મુળનાયક પ્રભુજીના મહાપ્રભાવક બિંબો પધરાવવામાં આવે તો એક જ ભવ્ય દેરાસરમાં ઓગણીસેય દેરાસર સમાઈ જાય, ને તેની વ્યવસ્થા પણ સુંદર થઈ શકે અને ખંભાતમાં એક પણ શિખરબંધી દેરાસર ન હોવાથી આ વિશાળ મંદિર ભવ્ય શિખરબંધી પણ બની શકે, તેથી તીર્થનો મહિમા પણ વધી જાય.
પણ આ કાર્ય માટે મોટી રકમ જોઈએ. યોગ્ય કાર્યકર્તા પણ જોઈએ. આ વિચારથી પોપટલાલ શેઠ મૂંઝાતા હતા. તેઓએ પોતાના આ બધા વિચારો પૂજ્યશ્રીને (આચાર્ય શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબને) જણાવ્યા અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી.
પૂજ્યશ્રીને તેમની યોજના ઉત્તમ લાગી. તેથી તેઓશ્રીએ તે માટે પોપટભાઈને યોગ્ય દોરવણી આપીને ફરમાવ્યું : “પોપટભાઈ ! શુભસ્ય શીઘ્રમ્ એ ન્યાયે વિના વિલંબે આ મહાન કાર્ય તમારે ઉપાડવું જોઈએ. વ્યાપારાદિ વ્યવહારની જેમ તમે હિન્દુસ્તાનમાં સુપ્રસિદ્ધ થયા છો. તમે હવે આ મહાન ધર્મકાર્યમાં જીવનનો ભોગ આપશો તો તમે જરૂર ફતેહમંદ થશો.'
આ સાંભળીને પોપટભાઈએ શુકનની ગાંઠ વાળી. પૂ. ગુરુદેવના આ વચનો તેમણે મસ્તકે ચઢાવ્યાં. તેમને પૂ. ગુરુદેવના વચન ઉપર અટલ શ્રદ્ધા હતી કે ગુરુદેવનું વચન જરૂર ફળશે જ. તત્કાળ તેમણે જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો અને તે માટે પૂજ્યશ્રીને ઉત્તમ મુહૂર્ત કાઢી આપવા કહેતા તેઓશ્રીએ નજીકનો જ સારામાં સારો દિવસ બતાવ્યો.
એ મુહૂર્ત અનુસાર પોપટભાઈએ પૂજ્યશ્રીની હાજરીમાં જ જીરાવલા પાડામાં ૧૯ દેરાસરોનાં જીર્ણોદ્ધારના મહાકાર્યનો મંગલ પ્રારંભ કર્યો.
પોપટભાઈ શેઠ પોતે હંમેશ સવારે વહેલાસર શ્રી સ્તંભનાથજી શ્રી ચિન્તામણિજી, વિ. અનેક જિનાલયો જુહારીને હજી કડીયા-શિલ્પીઓ ન આવ્યા હોય તે પહેલાં ત્યાં પહોંચી જતાનવકારશીનું પચ્ચખાણ ત્યાં નજીકમાં જ પાળીને વાપરી લેતા અને શેઠ મૂળચંદ દીપચંદને ત્યાં જમીને બપોરે જરા આરામ કરતા. ત્યાર પછી મોડી સાંજ સુધી દેરાસરના કાર્યમાં જ વ્યસ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org