________________
ખંભાતનાં જિનાલયો
૨૦૧
રંગમંડપ નાનો અને સાદો છે. અહીં ડાબી બાજુ ગર્ભદ્વાર પાસે એક ગોખની રચના છે જે હાલ ખાલી છે. અહીં પણ છત પર ફરતે કાચના નાના નાના પટ્ટા ગોઠવેલા છે. અહીં એક ગર્ભદ્વાર અને એક પ્રવેશદ્વાર છે.
મૂળનાયક શ્રી નેમિનાથના જિનાલયની ડાબી બાજુના પ્રવેશદ્વારથી બહાર નીકળી જમણીબાજુ આગળ જતાં અન્ય એક દેવકુલિકા આવે છે.
અહીં ગભારામાં ૫૧ ઇંચ ઊંચાઈ ધરાવતાં શ્રી મહાવીરસ્વામીની પાષાણની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં પાષાણની પ્રતિમાજીઓની સંખ્યા ત્રણ છે.
અહીં રંગમંડપમાં ડાબી બાજુ એક ગોખ છે જેમાં શ્રી અંબિકાદેવીની પાષાણની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિ ખૂબ જ સુંદર છે. મૂર્તિના પરિકરમાં આમ્રની નાની નાની ઝીણી કોતરણી છે. રંગમંડપ સાદો અને નાનો છે. છત પર ફરતે કાચના નાના નાના પટ્ટા ગોઠવેલા છે.
મહાવીરસ્વામી તથા આદેશ્વરજીની દેવકુલિકાનો ગભારો તથા રંગમંડપ બંનેનું કદ સરખું છે. બંને જગ્યાઓ સરખી રચના છે. બંને દેવકુલિકામાં એક ગર્ભદ્વાર, એક પ્રવેશદ્વાર અને એક ગોખ છે.
'જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારની દિશામાં જ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનું મુખ્ય પ્રવેશદ્વાર આવેલું છે. ૧૫-૨૦ પગથિયાં ચડી, ચોકીમાં પ્રવેશ કરતાં સન્મુખ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનાં દર્શન થાય છે. અષ્ટ પ્રતિહાર્ય પરિકરયુક્ત મૂળનાયકશ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૩૫ ઇંચ ઊંચાઈ ધરાવે છે. ગભારામાં પાષાણની કુલ પંદર પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં પિત્તળની - પાટલીમાં ખરતર ગચ્છીય જિનદત્તસૂરિ, જિનમાણિક્યસૂરિ તથા જિનચંદ્રસૂરિનાં નાનાં નાનાં ચાંદીનાં પગલાં છે. અને તે પાટલીમાં જ ત્રણ યંત્રો ચિત્રિત છે. પાટલીમાં સં૧૬૨૨નો ઉલ્લેખ મળી આવે છે. અહીં ગભારામાં અખંડ દીવો કરવામાં આવે છે.
વિશાળ રંગમંડપયુક્ત આ જિનાલયમાં કુલ પાંચ પ્રવેશદ્વાર અને ત્રણ ગર્ભદ્વાર છે. મુખ્ય ત્રણ પ્રવેશદ્વાર તથા રંગમંડપમાંથી આજુબાજુ ડાબી જમણી બાજુની દેવકુલિકાના દર્શન કરવા જવા માટેના બે પ્રવેશદ્વાર એમ કુલ પાંચ પ્રવેશદ્વાર છે. આજુબાજુની દેવકુલિકાઓ પાસે પણ નીચે ઊતરવા માટેનાં પગથિયાંની રચના કરેલ છે જ્યાંથી નીચે ઊતરતા ભોંયરામાં બિરાજમાન નેમિનાથના રંગમંડપમાં પ્રવેશવાનો પ્રવેશદ્વાર આવે.
ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો રંગમંડપ વિશાળ છે. અહીં ઘુમ્મટમાં સુંદર, કલાત્મક પૂતળીઓનાં શિલ્પો છે. અહીં છત પર નાના-નાના કાચના પટ્ટા ગોઠવેલા છે. રંગમંડપમાં ગર્ભદ્વાર પાસે ડાબી-જમણી બંને બાજુની ભીંતમાં એક ઉપર અને ત્રણ નીચે એવા જાળીવાળા ગોખની રચના કરેલ છે, જે હાલ ખાલી છે. આ ગોખની બાજુમાં બંને બાજુ સામ-સામેની દીવાલે કલાત્મક કોતરણીવાળા અરીસાવાળા કબાટ છે ડાબી બાજુની ભીંત પર આ કબાટની બાજુમાં નીતિવિજયજી મહારાજનો ફોટો મૂકવામાં આવ્યો છે. તેને સુંદર ફ્રેમની અંદર મઢી દેવામાં આવ્યો છે. શેઠશ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org