________________
ખંભાતનાં જિનાલયો
૧૮૯
જીરાવળા પાડામાં ૪૦. અરનાથજીનું
૪૧. મનમોહન પારસનાથજીનું ૪૨. વાસુપૂજ્યસ્વામીનું
૪૩. અભીનંદન સ્વામીનું (નંબર ૪૨-૪૩વાળાં દેહેરામાં ભુંઈરા છે તેમાં
મહાવીરસ્વામી આદિ પ્રતિમાઓ છે.) ૪૪. અમીઝરા પારસનાથજીનું ૪૫. જીરાવળા પારસનાથજીનું ૪૬. શાંતીનાથજીનું
૪૭. નેમનાથસ્વામીનું ૪૮. શાંતીનાથજીનું
૪૯. ચંદ્રપ્રભુજીનું સં. ૧૯૬૩ માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જીરાળાવાડો તરીકે પ્રસિદ્ધ વિસ્તારમાં (૧) ચંદ્રપ્રભુ (૨) શાંતિનાથ (૩) અમીઝરાપાર્શ્વનાથ (૪) અભિનંદન સ્વામી (૫) અરનાથ (૬) મનમોહનપાર્શ્વનાથ – એમ કુલ છ જિનાલયો વિદ્યમાન હતાં. જો કે ભોયરામાં આવેલા જિનાલયને અલગ જિનાલય તરીકે દર્શાવવાની તે સમયે પ્રથા ન હતી એટલે કે બે સંયુક્ત જિનાલયની પણ એક જ જિનાલય તરીકે ગણના કરવામાં આવતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ વિસ્તાર જીરાળાપાડો તરીકે પ્રચલિત હતો. તે સમયે આ વિસ્તારમાં ચાર જિનાલયો વિદ્યમાન હતા. (૧) મનમોહન પાર્શ્વનાથ (૨) અરનાથ (૩) અમીઝરા પાર્શ્વનાથ (૪) ચિંતામણિ પાર્શ્વનાથ જેમાં આજે પાંચ શિખરવાળાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ૧૯ જિનાલયો સમાવી લેવામાં આવ્યાં છે.
સં. ૨૦૧૦ માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જીરાળાપાડા વિસ્તારમાં (૧) ચિંતામણિ પાર્શ્વનાથ (૨) અમીઝરા પાર્શ્વનાથ (૩) અભિનંદન સ્વામી (૪) અરનાથ (૫) મનમોહન પાર્શ્વનાથ - એમ કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
જીરાળાપાડામાં સં. ૨૦૧૦માં જે પાંચ જિનાલયો વિદ્યમાન હતાં તે આજે સંદ ૨૦૧પમાં પણ યથાવત્ છે.
જીરાળાપાડો
અરનાથ (સં. ૧૮૧૭ પહેલાં) જીરાળાપાડામાં પ્રવેશતાં જ પ્રથમ શ્રી અરનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક તરીકે અરનાથજીનું જિનાલય જવલ્લે જ જોવા મળે છે.
સં. ૧૮૧૭માં પદ્મવિજય રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં ખંભાતમાં અરનાથજીના એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org