________________
૧૭૬
વાઘમાસીની ખડકી
વિજયચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૭૦૧ પહેલા)
વાઘમાસીની ખડકી વિસ્તારમાં શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથજીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
મૂળનાયક શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાના પબાસનના આગળના ભાગે નીચે મુજબનું અર્થવાળું લખાણ વાંચી શકાય છે :
“સંવત ૧૬૭૭ વર્ષે સ્તંભતીર્થે શ્રાવિકા ધનબાઈ કારિત શ્રી પાર્શ્વનાથ બિંબં પ્રતિષ્ઠિત તપાગચ્છ પટ્ટાલંકાર શ્રી વિજયસેનસૂરિ પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરિભિઃ’
ખંભાતનાં જિનાલયો
મૂળનાયકની પ્રતિમાના ડાબા જમણા પડખે પણ લેખ છે જે નીચે પ્રમાણે છે :
“ભલે મીંડું । સંવત ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત ...બુધવા...ભાર્યા રૂપાઈ... ભણસાલી વીરપાલ પ્રાણપ્રિયા બાઈ વલહાદે તનયા ધનબાઈ નામન્યા સકલ સૂરિ સૂરનરનાર... શ્રી પાર્શ્વનાથ બિમ્બ કારિત પ્રતિષ્ઠિતમ્ ચ... શ્રી તપાગચ્છે ભટ્ટારક...શ્રી હીરવિજયસૂરિ પ્રભાવક... ભાનુ સમાન ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિભિઃ
,,
શ્રી વિજયદેવસૂરિને વિ૰ સં. ૧૬૫૬ના વૈશાખ સુદ ચોથને દિવસે સૂરિ પદ ખંભાતમાં આપવામાં આવ્યું હતું. તેમના હસ્તે સં૰ ૧૬૭૭માં લગભગ ૧૧-૧૨ પ્રતિષ્ઠાઓ ખંભાતમાં થઈ હતી તેવો ઉલ્લેખ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં પૃ૦ ૬૭ ઉપર કરવામાં આવ્યો છે.
સં૰ ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં પાર્શ્વનાથના એક જિનાલયનો ઉલ્લેખ આવે છે :
Jain Education International
ઊંચી સેરીમાં હવઈ આવઈ પાસ તણો પ્રાસાદ વધાવઈ, અઢાર થંબ ચિત્ત ભાવઈ, હો. ।।૧૪
એટલે કે સં. ૧૬૭૩માં વાઘમાસીની ખડકીનો કેટલોક વિસ્તાર ઊંચીશેરી નામે પ્રસિદ્ધ હતો અને એમાં બે જિનાલયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જે પૈકી એક પાર્શ્વનાથજીનું જિનાલય હતું.
સં ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં આ વિસ્તારનો ઉલ્લેખ બોરપીપળામાં થયેલો છે જેમાં નીચે મુજબના બે જિનાલયો વિદ્યમાન હતાં તેવો ઉલ્લેખ મળે છે : બોરપીપલિ ઉલ્ડસઈ સંભવનાથ કિરતી ભુંઈરા સહીત પંચ્યાસી જિન સુંદરુ એકસુ સતર વિજય ચિંતામણિ નમતાં આલસ પરિ
સં. ૧૯૦૦માં આ જ વિસ્તાર પૈકીનો કેટલોક ભાગ કીકા જીવરાજની પોલના નામે ઓળખાતો હતો જેમાં વિજયચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૦માં નીચે મુજબ પ્રાપ્ત થાય છે :
For Personal & Private Use Only
www.jainelibrary.org