________________
ખંભાતનાં જિનાલયો
૧૭૫
વિસ્તાર (૧) કીકા જીવરાજની પોળ અને (૨) માન કુંવરબાઈની સેરી – એમ બે વિસ્તારોમાં વહેંચાયેલો માલૂમ પડે છે અને તે સમયે આ બંને વિસ્તારોમાં નીચે મુજબના કુલ ચાર જિનાલયો વિદ્યમાન હતાં.
અથ કીકા જિવરાજની પોલમાં દેહરું ૧ - ૬૦. શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
અથ માનકુંવરબાઈની સેરીમાં દેહરાં ૩ - ૬૧. શ્રી સંભવનાથનું દેહ દક્ષિણ સન્મષ ૬૨. શ્રી ભુંયરામાં શાંતિનાથ દક્ષિણ સનુષ ૬૩. શ્રી અભિનંદનજીનું દેહરું
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આજની વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન જિનાલયોનો ઉલ્લેખ બોરપીપળા વિસ્તારમાં કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે :
બોરપીપળાના મેહેલ્લામાં ૧૨ નવપલ્લવ પારસનાથજીનું
•••••••
૧૭ વજે ચીંતામણ પારસનાથજીનું ૧૮ સંભવનાથજીનું (ભુંઈરામાં ત્રણ મોટા બીંબ છે) તે શાંતિનાથ આદિના છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ફરી એક વાર આ વિસ્તારના જિનાલયોનો ઉલ્લેખ બોરપીપળાના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. તે સમયે બોરપીપળામાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં. આ સાત જિનાલયો પૈકી ત્રણ ઘરદેરાસરો હતાં તથા આજની વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન વજે ચિંતામણિ પાર્શ્વનાથ અને સંભવનાથ એ બે જિનાલયો બોરપીપળા વિસ્તારમાં દર્શાવવામાં આવ્યાં હતાં.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં વાઘમાસીની ખડકીમાં (૧) વિજય ચિંતામણિ પાર્શ્વનાથ (૨) સંભવનાથ (ભોંયરાયુક્ત) એમ બે જિનાલયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
આજે પણ વાઘમાસીની ખડકીમાં ઉપર જણાવેલા બે જિનાલયો વિદ્યમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org