________________
ખંભાતનાં જિનાલયો
૧૬૯
બિરાજમાન હતી અને જિનાલયનો વહીવટ શેઠ ચંદુલાલ ભોગીલાલ હસ્તક હતો. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. આજે જિનાલયનો વહીવટ ભાગોટાપાડામાં જ નિવાસ કરતા શ્રી વિજયભાઈ અમરતલાલ શાહ, શ્રી કિશોરભાઈ અમરતલાલ શાહ અને શ્રી મહેન્દ્રભાઈ શીવલાલ હસ્તક છે.
બે પ્રવેશદ્વાર વાળા આ જિનાલયનો રંગમંડપ સાદો છે. રંગમંડપમાં જમણી બાજુની દીવાલ પર સિદ્ધાચલજીનો ચિત્રિત કરેલો પટ છે. મુખ્ય ગર્ભદ્વારની ઉપરની દીવાલ પર ચંદનબાળાના હાથે પ્રભુનું પારણું તથા પ્રભુના આગમનના પ્રસંગનું ચિત્રાંકન થયેલું છે. મુખ્ય ગર્ભદ્વારની આજુબાજુ બારીઓ છે. જમણી બાજુની બારી ઉપરની દીવાલ પર ૧૧ ગણધર સાથે વીર પ્રભુ અને ડાબી બાજુ બારી ઉપરની દીવાલ પર ત્રિશલામાતાને આવેલાં ચૌદ સ્વપ્નોનું ચિત્રકામ થયેલ છે.
જમણી બાજુની બારી પાસે રંગમંડપમાં એક પ્રવેશદ્વાર છે. જ્યાંથી જમણી બાજુ સીધા જતાં જિનાલયની બહાર નીકળાય છે. આ જિનાલયનો તે બીજો પ્રવેશદ્વાર છે.
ગભારો સાદો છે. ગભારામાં આદેશ્વરજીની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજે છે. મૂળનાયકની ડાબી બાજુની બારી સન્મુખ ઋષભદેવજી બિરાજમાન છે. આ પ્રતિમાજીના લેખમાં “સં. ૧૫૨૩. શ્રે સોમા...”મુજબનું લખાણ વંચાય છે તથા જમણી બાજુ બારી સન્મુખ કુંથુનાથજી બિરાજમાન છે. આ પ્રતિમાજીના લેખમાં “સં. ૧૬૬૭......કર્મા દે ..” મુજબનું લખાણ વંચાય છે. જિનાલયમાં પાષાણની પચીસ પ્રતિમાજીઓ બિરાજે છે. જે પૈકી એક મોટા કાઉસ્સગ્ગીયા આદેશ્વરજીની પ્રતિમાજી ગભારામાં ડાબી બાજુ ગોખમાં બિરાજમાન છે. તેમની બાજુમાં જીર્ણ થઈ ગયેલ આરસનો માતૃકા પટ છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૯૦૦ પહેલાના સમયનું છે.
ચિતારી બજાર - સાગોટા પાડો
ચૌમુખજી (સં. ૨૦૪૬)
સાગોટા પાડામાં - ચિતારી બજારમાં એક જ કંપાઉંડમાં અલગ-અલગ ત્રણ જિનાલયો તથા પાંચ ગુરુમંદિરો આવેલાં છે. મુખ્ય પ્રવેશદ્વારથી કંપાઉંડમાં પ્રવેશતાં પ્રથમ ચૌમુખજીનું શિખરબંધી જિનાલય દશ્યમાન થાય છે. આ જિનાલયની પાછળની બાજુએ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનું જિનાલય આવેલું છે. મૂળનાયકની ડાબી બાજુ એક શિલાલેખ છે, જે નીચે મુજબ છે :
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ શ્રી સ્થંભન તીર્થમાં ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ બજારના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન શ્રી જિનમંદિરની નગર સન્મુખ દષ્ટિ સંપાદન કરવાના મંગલ હેતુથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org