________________
૧૭૦
ખંભાતનાં જિનાલયો
નવનિર્મિત થયેલ આ ચતુર્મુખ શ્રી જિનાલયની ખનનવિધિ સં. ૨૦૪૪ના મહા સુદ અને શનિવાર તા. ૨૩-૧-૮૮ના રોજ તથા શીલાસ્થાપનવિધિ સં. ૨૦૪૪ના મહા સુદ ૧૦ને શુક્રવાર તા૨૯-૧-૮૮ના રોજ કરવામાં આવેલ છે. તેમજ આ નૂતન શ્રી જિનમંદિરના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવંતાદિ શ્રી જિનબિંબોની તથા ગોખલામાં બિરાજમાન સ્ફટિકના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠાવિધિ સકલાગમ રહસ્યવેદી... આચાર્યવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં વિશાળ ચતુર્વિધ શ્રી સંઘની ઉપસ્થિતિમાં સં૨૦૪૬ના જેઠ વદ રને રવિવાર તા. ૧૦-૬-૯૦ ના રોજ સવારે ૭ક.ને ૩૧ મિ. અષ્ટાવિક મહોત્સવપૂર્વક કરવામાં આવેલ છે. લાભની વિગતો
લાભ લેનાર મહાનુભાવો (૧) મુખ્ય શિલા સ્થાપન
શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ પરિવાર (ર) શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફ પરિવાર (૩) શ્રી મુનિસુવ્રત ભગવાન (જમણે) શ્રી કેશવલાલ વજેચંદ કાપડિયા પરિવાર (૪) શ્રી શીતલનાથ ભગવાન (ડાબે) શ્રી બાબુભાઈ કેશવલાલ હીરાચંદ પરિવાર (૫) શ્રી ધર્મનાથ ભગવાન (પાછળ) શ્રી બાપુલાલ શનીલાલ પરિવાર (૬) સ્ફટિક શ્રી શાંતિનાથ
શ્રી બંસીલાલ અંબાલાલ શાહ પરિવાર (૭) ધ્વજાદંડ (કાયમી)
શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફ પરિવાર (૮) કળશ સ્થાપન
શ્રી રમણલાલ વજેચંદ પરિવાર (૯) ધારોદ્ઘાટન
શ્રી શાંતિલાલ મણિલાલ શ્રોફ ચૌમુખજીના ચાર પ્રતિમાજીઓ પૈકી પાર્શ્વનાથજીની પ્રતિમા ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયમાંથી લાવી પધરાવામાં આવી છે. એના લેખ પર સં૧૯૭૦નો ઉલ્લેખ મળે છે. પાર્શ્વનાથના જમણે મુનિસુવ્રત, ડાબે શીતલનાથ તથા પાછળ ધર્મનાથજીની આરસની પ્રતિમાજીઓ બિરાજમાન છે. જે પ્રતિમાજીઓની અંજનશલાકા વિધિ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી દ્વારા સં. ૨૦૦૨ વૈશાખ સુદ ૧૧ ના દિવસે મહેસાણામાં થયેલી હતી તેનો મૂર્તિલેખ નીચે મુજબ છે :
મુનિસુવ્રત સ્વામી : સં ૨૦૦ર વૈ૦ સુ0 ૧૧ શની ખંભાત વાસ્તવ્ય શ્રી જ્ઞાો છે. દલસુખભાઈ સુત રમણલાલેન બંધુ નટવરલાલ શ્રેયાર્થ શ્રી મુનિસુવ્રત બિંબ કારિત રાજનગરે શ્રેષ્ઠી નાથાલાલ સુત રતિલાલ કૃતાંજનશલાકા મહેસાણા આચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ |
ધર્મનાથ : સં. ૨૦૦૨ વૈ૦ સુ. ૧૧ શનૌ ખંભાત વાસ્તવ્ય શ્રીમાળી જ્ઞાતિય શ્રેષ્ઠી જગુ સુત મૂળચંદે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org