________________
૧૬૨
ખંભાતનાં જિનાલયો
• તેઓને વજીયા અને રાજીયા નામના બે પુત્રરત્નો થયાં. વાજીયાને વિમલાદેવી પત્ની
અને રાજીયાને કમલાદેવી પત્ની હતી. વજીયાને મેઘજી નામે પુત્ર થયો. બન્ને ભાઈઓ સ્થંભનતીર્થમાં પહોંચ્યા અને પોતાની લક્ષ્મીને કુલવતી કરી. અકબર બાદશાહ, ગોવા નરેશ આ બંન્ને રાજા આગળ પ્રસિદ્ધિ પામ્યા હતા. પૂ. હીર સૂ, મ
અને પૂવિજયસેન સૂ મ ની મધુરવાણીથી બંન્ને ભાઈઓ સુકૃત કરનારા થયા. • બંને ભાઈઓએ ૧૯૪૪ વર્ષે શ્રી પાર્શ્વનાથ પ્રનું(ની) અને વર્ધમાનસ્વામીની પ્રતિષ્ઠા
કરાવી. • નિર્મમત્વમાં શિરોમણિ એવા શ્રી વિજયસેનસૂરિ મહારાજે આ પ્રતિષ્ઠા કરી. • ચિંતામણિની જેમ અત્યંત ચિંતિતને પૂરનારા એવા પ્રભુનું નામ ચિંતામણિ પાર્શ્વનાથ
થયું. • ૪૧ અંગુલની શેષનાગથી લેવાયેલી આ મૂર્તિ શોભે છે. • સાત ભયરૂપી દીપકોને બૂઝવવા માટે સાત ફણાવાળા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન
શોભી રહ્યા છે. જેના મસ્તક ઉપર મણિની કાંતિથી અંધકારનો નાશ કર્યો છે. જેણે એવી સાત ફણાઓ
શોભી રહી છે. • આ બંને ભાઈઓએ ઇન્દ્રસભામાં રહેલું શાશ્વત ચૈત્યતુલ્ય આ ચિંતામણિ પાર્શ્વનાથનું
ચૈત્ય કરાવ્યું. • કામદ નામનું ચૈત્ય કલ્પવેલકીની જેમ સર્વનાં વાંછિતોને પૂરે છે. • જે પરમાત્માના ગૃહમાં બાર સ્તંભો શોભે છે. • જે ચૈત્યોમાં જોવાથી શીતલતા પ્રાપ્ત થાય તેવાં છ દ્વારા શોભી રહ્યાં છે. • આ ચૈત્યમાં સપ્તર્ષિની સાત કુલિકા સંદેશ સાત દેવકુલિકા શોભે છે. • પાંચ મહાવ્રતની પચીસ ભાવનાતુલ્ય પચીસ મંગળ મૂર્તિઓ શોભે છે. • જે ચૈત્યમાં અસુરકુમારના ભુવન સુ(સ)દશ સુંદર ભોંયરું શોભે છે. • જે ભોંયરામાં પચીસ પગથિયાંની પંક્તિ શોભી રહી છે. • પગથિયાં ઊતરવાના દ્વારમાં લોકોનાં વિનોને નાશ કરનારું હાથીનું મુખ શોભી રહ્યું છે. • દશ હાથ ઊંચું અને ચાર ખૂણાવાળું ને દસ દિગપાલને બેસવા મંડપ હોય તેમ શોભે છે. • આ ભોંયરામાં પ્રભુને નમસ્કાર માટે આવેલા પહેલા-બીજા દેવલોકના ઈન્દ્રો સૂર્ય-ચંદ્રની
દેવીઓ અને લક્ષ્મી-સરસ્વતીથી યુક્ત છવ્વીસ દેવકુલિકાઓ શોભી રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org