________________
ખંભાતનાં જિનાલયો
૧૬૧
ગભારામાં અષ્ટપ્રાતિહાર્ય શ્રી સ્થંભન પાર્શ્વનાથની પાષાણની પ્રતિમાના દર્શન કરતાં મન ધન્યતા અનુભવે છે. અહીં ગભારામાં પાષાણની કુલ નવ પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં પણ ત્રણેય ગર્ભદ્વાર કાચના છે.
ટૂંકમાં ચિંતામણિ પાર્શ્વનાથનું આ જિનાલય સં. ૧૬૪૪ના સમયનું છે. ભોંયરામાં બિરાજમાન શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૧૬૫૮માં પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ હોઈને સં. ૧૬૫૮નું ગણાવી શકાય. અહીં જુદા જુદા સમયે જિનાલયમાં પ્રતિષ્ઠાઓ પણ થઈ છે અને જીર્ણોદ્ધાર પણ થયા છે. આ જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર તાજેતરમાં જ થયેલો છે. આ જીર્ણોદ્ધારમાં આધુનિકતાનો સ્પર્શ જોઈ શકાય છે. આ સ્પર્શ તમે એક્રેલીકના ઉપયોગમાં, કાચના ગર્ભદ્વાર, પ્લાસ્ટર ઑફ પેરિસના ટોડલા, ગ્રેનાઈટ જડેલા થાંભલા, ગ્લાસ પેઇન્ટિંગની જુદી જુદી રચનાઓ(જ અત્યાર સુધી પથ્થર કે દીવાલ પરના ચિત્ર દ્વારા બનતી હતી)માં, પ્રકાશના વિનિયોગમાં તથા લાઇટ ઇફેક્ટમાં જોઈ શકાય. આ જિનાલય ખરે જ, મનોહારી બન્યું છે.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય
| પ્રશસ્તિા ૬૦..ૐ ||
નંબર -૧
કલ્યાણની પરંપરાના સ્થાનભૂત એવા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તમારું રક્ષણ કરો તેમજ વર્ધમાન સ્વામી તમારું રક્ષણ કરો. તેઓની પાટે સુધર્મ સ્વામી હતા. તેમની પરંપરામાં ૧૨૮૫ વર્ષ જગન્ચન્દ્રસૂરિ થયા. જેમણે તપાનું બિરુદ મેળવ્યું. તેમની પાટે શ્રી હેમ વિમલસૂરિ થયા. તેમની પાટે આનંદવિમલસૂરિ થયા, જેઓએ ૧૨૮૫ વર્ષે
સાધ્વાચારનો ઉદ્ધાર કરી જગતને હરિયાળું બનાવ્યું. • તેઓની યાદ શ્રી દાનસૂરિ મહારાજે અલંકૃત કરી હતી. તેમની પાટે શ્રી હીરસૂરીશ્વરજી
મ. શોભી રહ્યા છે. • અકબર બાદશાહે બોલાવેલ જેઓ ૧૬૩૯ વર્ષે ફત્તેપુરમાં ગયા. જેમના વચનથી
બાદશાહે પોતાના દેશમાં છ મહિનાનો અમારિ પડહ વગડાવ્યો તથા મરેલાનો જીજીયા
વેરો છોડ્યા હતા તથા શત્રુંજય તીર્થ જૈનોનું બનાવ્યું. • મેઘજી આદિ ઋષિઓએ લુંપાકમતને છોડીને જેઓને સેવ્યા હતા તેમની પાટે શ્રી વિજયસેન સૂ આવ્યા. શ્રીમાલીવંશમાં ગંધાર ગામમાં આલ્હાણસી નામે ઉત્તમ પારેખ હતો, તેનો પુત્ર દેલ્હાણીસી, તેનો પુત્ર ધન, તેનો પુત્ર હિલસી, તેનો પુત્ર સમર, તેનો પુત્ર અર્જુન, તેનો પુત્ર ભીમ, ભીમની પત્ની લાલુ દ્વારા જસિયા નામે પુત્ર, તેની પત્ની જસમા થઈ.
ખંભા. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org