________________
ખંભાતનાં જિનાલયો
૧૫૯
મૂળનાયક શ્રી સ્થંભન પાર્શ્વનાથની ડાબી જમણી બંને બાજુના પરિકર ઉપર નીચે મુજબનું લખાણ છે :
સંવત ૧૬૮૧ વર્ષે શ્રી શ્રીમાળી જ્ઞાતીય પરીષ વજિઆ રાજિઆ ભાર્યા બાઈ વિમલાદે નામ્મા શ્રી યંભનક પાર્શ્વનાથ પરિકરઃ કારિતઃ પ્રતિષ્ઠિત શ્રી વિજયદેવસૂરિભિઃ !'
આ ઉપરાંત ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસમાં પૃ. ૧૧૧ ઉપર સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા વિશે નીચે મુજબની નોંધ મળે છે :
‘વળી સં. ૧૬૪૪માં વજીના પુત્ર મેઘજીએ શ્રી શાંતિનાથનું બિબ કરાવ્યું હતું અને તેની શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી હતી. તથા સં૧૬૫૮ના માઘ સુદિ પને સોમવારે બે ભાઈઓએ શ્રી અંજનક પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું હતું.' આ નોંધ લેખકે જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા-૨જો લે ૫૮૧ અને લે. પ૬૩ ઉપરથી લીધેલ છે.
ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં શ્રી નર્મદાશંકર ભટ્ટ સંઘ અને સંઘયાત્રા વિશે પણ પૃ. ૧૪૪–૧૪૫ ઉપર એક અલગ પ્રકરણ લખ્યું છે. ખંભાતમાં ૧૫, ૧૬મા સૈકામાં તથા ૧૭મા સૈકામાં અનેક ધર્મવીરોએ હજારો રૂપિયા ખર્ચા જુદા જુદા તીર્થકર ભગવંતોની પ્રતિમાઓ કરાવી. જ્યારે જુદા જુદા શ્રેષ્ઠીઓ વ્યક્તિગત રીતે આવા ધર્મકાર્ય કરે ત્યારે સમસ્ત સંઘ પણ ધર્મકાર્ય ચૂકતો નથી. સં. ૧૬૩૨ના વૈશાખ સુદિ ૧૩ને શુક્રવારે ખંભાતના સંઘે શ્રી પંચાસરા . પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. પંચાસરા પાર્શ્વનાથના આ પ્રતિમાજી હાલ ભોંયરામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં બિરાજમાન મહાવીરસ્વામીની ડાબી બાજુ બિરાજે છે અને તેની પ્રતિમા પર લેખ છે જેમાં નીચે મુજબનું લખાણ વંચાય છે :
| ‘સંવત ૧૬૩૨ વર્ષે વૈશાખ સુદી તેરસ શુકે શ્રી સ્તંભનતીર્થે શ્રી હીરવિજયસૂરિ પ્રાસાદાત્ શ્રી સંઘેન શ્રી પંચાસરો પાર્શ્વનાથ નામે બિંબ કારાપિત શ્રીમદ્ તપાગચ્છ સા. શ્રી હીરવિજયસૂરિ આચાર્ય શ્રી વિજયસેનસૂરિભિઃ સહપ્રતિપિત્ત સમસ્ત શ્રી સંઘસ્ય ભદ્ર ભવતુ : '
- સં. ૧૬૩૨માં પ્રતિષ્ઠિત થયેલા આ પ્રતિમાજી અગાઉ ખંભાતમાં ક્યાં બિરાજમાન હતા અને સં. ૧૬૪૪માં આ જિનાલયની પ્રતિષ્ઠા થયા પછી કયા સમયે થંભન પાર્શ્વનાથના આ ભોંયરામાં બિરાજમાન થયા તે વિશેની વિશેષ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.
ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાં પ્રવેશવા માટેનો પ્રવેશદ્વાર એક છે. નવા ચોકીયુક્ત રંગમંડપમાં પ્રવેશતાં સામેની દીવાલ પર ગીરનારજીનો આરસનો રંગકામયુક્ત પટ નજરે ચડે છે. તેની ઉપરની દીવાલ પર કાચમાં મઢેલા આરસમાં કોતરેલ બે શિલાલેખો મૂકવામાં આવ્યા છે. આ શિલાલેખોની વિગતો જિનાલયના બહારના ભાગમાં અનુવાદ કરીને ભીંત પર કોતરેલી છે. આ શિલાલેખ આ ગ્રંથમાં પ્રકરણ-૧૩માં આપવામાં આવેલ છે અને તેનો અનુવાદ આ જિનાલયની વિગત પૂરી થયા પછી આપવામાં આવ્યો છે.
રંગમંડપમાં કાષ્ઠની કોતરણીયુક્ત રંગકામવાળા સુંદર ટોડલાઓ છે. રંગમંડપમાં મળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org