________________
૧૫૬
ખંભાતનાં જિનાલયો
એટલે કે ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય ભોંયરાવાળું હતું. પરંતુ તે સમયે ભોંયરામાં મૂળનાયક તરીકે શ્રી સ્થંભન પાર્શ્વનાથનો ઉલ્લેખ થયો નથી.
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાછતિ તીર્થમાલામાં સાગટાની પોળમાં ચિંતામણિ પાર્શ્વનાથના ભોયરા સહિત જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
...................ચિંતામણિ સાગુટંઈજી ભુરા સહીત સાતસઈ એકોત્સરિ ન નમું હું મન પોટઇજી ૧૪. સં. ૧૭૦૧માં પણ ભોયરામાં મૂળનાયક તરીકે શ્રી સ્થંભનપાર્શ્વનાથનો ઉલ્લેખ થયો નથી.
કવિ શ્રી ઋષભદાસ કૃત શ્રી હીરવિજયસૂરિ રાસ (રચના સંવત ૧૬૮૫) ની કડી ને ૧૫૫૩ તથા ૧૫૫૪માં રાજિઆ-વજિયા શ્રાવકે કરાવેલી પ્રતિષ્ઠા તથા શ્રી વિજયસેનસૂરિ ખંભાત આવ્યા અને હરિગુરૂ સિરોહી રહ્યા તે મુજબનો ઉલ્લેખ આવે છે. ત્યારબાદ રાજિઆવજિઆ પારેખે પાંચ પ્રાસાદ કરાવ્યા તે મુજબનો ઉલ્લેખ કડી નં ૧૫૬૪ થી ૧૫૬૮માં આવે છે અને કડી નં ૧૫૬૯ થી ૧૫૭૨માં નીચે મુજબનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
શ્રી ચિંતામણિ થંભણ પાસો, ત્રબાવતી પ્રાસાદિ રેવાસો, એક પ્રાસાદ ગંધારે ખાસો, ત્યહા બેઠા નવપલ્લવ પાસો. ૧૫૬૯ એક નેજ જિનભુવન કરાવે, ઋષભ તણી પ્રતિમા જ સોહાવે, બાદોડે દોએ ભુવન વિખ્યાતો, પાસ કરેડો ને નેમિ નાથો. ૧૫૭૦ પાંચ પ્રાસાદ કીધા એ સારા, અનેક કીધા જીરણ ઉદ્ધારા, * ચેત્યા પુરૂષ તે આપ સંભાળે, બિંબ-પ્રતિષ્ઠા કરીએ ઍઆલે. ૧૫૭૧ જેઠ માસ સુદિ બારસિ જ્યારે, બિંબ થપાલી આતમ તારે, વિજયસેન સૂરીશ્વર હાથે, ચિંતામણિ થાપ્યા નિજ જાતે. ૧૫૭૨.
અર્થાતુ ખંભાતમાં શ્રી ચિંતામણિ અને સ્થંભનપાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. ગંધારમાં નવપલ્લવ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. નેજા ગામમાં જિનમંદિર કરાવી એમાં ઋષભદેવને પધરાવ્યા. વડોદરામાં બે મંદિર કરાવ્યાં : એક કરેડ પાર્શ્વનાથનું ને બીજું નેમિનાથનું. આ રીતે પાંચ જિનપ્રાસાદો તથા અનેક જીર્ણોદ્ધાર કર્યા. સં. ૧૬૪૪ના જેઠ સુદ ૧૦ને દિને વિજયસેનસૂરીશ્વરજીને હાથે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી.
મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાના આગળના ભાગ ઉપર પલાંઠી નીચેના પબાસન પર કોતરેલો લેખ નીચે મુજબ છે :
“સંવત ૧૬૪૪ વર્ષે યેષ્ઠ સુ. ૧૨ સોમવારે વૃદ્ધ શાખાયા શ્રીમાલ જ્ઞાતીય પ, જસીઆ ભાર્યા જસમા દે સુ ૫ વેજિયા ૫૦ રાજિઆ.. પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત.... .
મૂળનાયકશ્રીના ડાબા ગભારે બિરાજમાન આદેશ્વરજી પ્રતિમા પર “સં. ૧૬૫૬...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org