________________
ખંભાતનાં જિનાલયો
કંપાઉંડમાં પ્રવેશતાં બંને બાજુ ઓરડીઓ છે. તે કેસર ચંદનની રૂમ તરીકે ઉપયોગમાં લેવાય છે. કંપાઉંડમાં વચ્ચોવચ ટાંકું છે જેમાં વરસાદનું પાણી એકત્રિત કરવામાં આવે છે. જિનાલયની બહારની છત પર સુંદર ચિત્રકામયુક્ત શિલ્પો છે.
કુંથુનાથ અને શાંતિનાથના આ સંયુક્ત જિનાલયમાં રંગમંડપ એક જ છે. પરંતુ બંને ગભારા વચ્ચે ભીંત પડે છે એટલે બંને જિનાલય એક જ લાગે છે. છતમાં પીઢિયા છે. રંગમંડપમાં ડાબી બાજુ શાંતિનાથજીના ગભારાની બહાર સિદ્ધચક્ર યંત્રનો પટ તથા તેની બાજુમાં વીર મણિભદ્રજીનું ત્રિકોણ યંત્ર ભીંત પર જડેલ છે. સમેતશિખરનો પટ પણ છે. રંગમંડપમાં જમણી બાજુ કુંથુનાથજીના ગભારાની બહાર શત્રુંજયનો પટ છે.
કુંથુનાથ-શાંતિનાથ બંને ગભારા સરખા કદના છે. કુંથુનાથજીના ગભારામાં પાષાણની સાત પ્રતિમાજીઓ અને શાંતિનાથજીના ગભારામાં પાષાણની સાત પ્રતિમાજીઓ બિરાજમાન છે. બંને મૂળનાયક પ્રતિમાજીઓ પર કોઈ લેખ નથી. મૂળનાયક શ્રી કુંથુનાથની જમણી બાજુ શ્રી મુનિસુવ્રત સ્વામી તથા ડાબી બાજુ શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા સં. ૨૦૩૫માં થયાનો ઉલ્લેખ મળે છે. મૂળનાયક શ્રી શાંતિનાથની જમણી બાજુ શ્રી શ્રેયાંસનાથ તથા ડાબી બાજુ શ્રી પદ્મપ્રભુસ્વામીની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી દ્વારા થઈ હોવાનો ઉલ્લેખ છે.
કુંથુનાથજીની વર્ષગાંઠ મહા સુદ પાંચમ અને શાંતિનાથજીની વર્ષગાંઠ શ્રાવણ વદ એકમ છે.
૧૫૩
શાંતિનાથજીના જિનાલયના મુખ્ય પ્રવેશદ્વાર પાસેની ઓરડીની પાસે નીચે જીર્ણ અવસ્થામાં આરસનો એક લેખ છે. આ લેખ આ ગ્રંથમાં પ્રકરણ-૧૩માં આપવામાં આવ્યો છે. ટૂંકમાં કુંથુનાથ-શાંતિનાથનું આ સંયુક્ત જિનાલય સં૰ ૧૬૭૩ પહેલાના સમયનું છે.
ચિતારી બજાર -સાગોટાપાડો
ખંભાતમાં ત્રણ દરવાજા પાસે આવેલ ચિતારી બજાર તરીકે હાલ પ્રસિદ્ધ વિસ્તાર પૂર્વે સાગોટા પાડાના નામે પ્રસિદ્ધ હતો.
સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આ વિસ્તાર સાગુટાની પોલ તરીકે પ્રસિદ્ધ હતો. ત્યારે આ વિસ્તાર ખંભાતમાં જિનશાસનનું મુખ્ય કેન્દ્ર હશે. સં ૧૬૭૩માં ત્રંબાવતી તીર્થમાલાની શરૂઆત સાગુટાની પોલથી થાય છે. તે સમયે આ વિસ્તારમાં નીચે મુજબની પંક્તિઓમાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે ઃ
Jain Education International
શ્રી શંખેશ્વર તુઝ નમું, નમું તે સારદ માય । તીર્થમાલ ત્રંબાવતી, સ્તવતાં આનંદ થાય ॥ ૧
For Personal & Private Use Only
www.jainelibrary.org