________________
૧૫૦
ખંભાતનાં જિનાલયો
વિસ્તારમાં જ કરવામાં આવ્યો છે.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દંતારવાડા વિસ્તારમાં નીચે મુજબનાં જિનાલયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે :
દંતારવાડામાં ૨૨. શાંતિનાથજીનું. ૨૩. શાંતિનાથજીનું. ૨૪. કુંથુનાથજીનું. ૨૫. શાંતિનાથજીનું. ૨૬. ચિંતામણિ પારસનાથજીનું. (મુંદરામાં સ્થંભન પારસનાથ) ૨૭. ગોડી પારસનાથજીનું. ૨૮. રીખવદેવ સ્વામીનું.
એટલે કે આજે પુણ્યશાળીની ખડકી તથા ઊંડી પોળમાં વિદ્યમાન બે જિનાલયો(બંને વિસ્તારનાં જિનાલયોમાં મૂળનાયક શાંતિનાથ)નો ઉલ્લેખ સં૧૯૪૭માં દંતારવાડા વિસ્તારમાં કરવામાં આવ્યો છે.
ઉપરાંત ઉપર્યુક્ત સાત જિનાલયો પૈકી ક્રમાંક ૨૬, ૨૭, ૨૮ એ ત્રણ જિનાલયો આજે ચિતારીબજાર અને તેની આસપાસના વિસ્તારમાં છે જે તે સમયે દંતારવાડા વિસ્તારમાં સમાવિષ્ટ થયેલા જોવા મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં દંતારવાડા વિસ્તારમાં કુલ ચાર જિનાલયો વિદ્યમાન હતાં : ૧. શાંતિનાથ, ૨. શાંતિનાથ, ૩. કુંથુનાથ, ૪. શાંતિનાથ. એટલે કે આજે પુણ્યશાળીની ખડકીમાં આવેલું શાંતિનાથજીનું જિનાલય તથા ઊંડી પોળમાં આવેલું શાંતિનાથજીનું જિનાલય-એમ એ બંને જિનાલયોનો ઉલ્લેખ તે સમયે દંતારવાડો વિસ્તારમાં થયેલો છે.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં દંતારવાડા વિસ્તારમાં શાંતિનાથ-કુંથુનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં તારવાડા વિસ્તારમાં શાંતિનાથ અને કુંથુનાથના જિનાલયનો અલગ અલગ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
આજે તારવાડા વિસ્તારમાં શાંતિનાથ-કુંથુનાથનું સંયુક્ત જિનાલય આવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org