________________
ખંભાતનાં જિનાલયો
પાષાણની પ્રતિમાજીઓ અને ધાતુની પ્રતિમાજીઓની સંખ્યામાં કોઈ જ ફેરફા૨ થયો નથી. ટૂંકમાં આ જિનાલય સં૰ ૧૯૪૭ પહેલાના સમયનું છે.
દંતારવાડો
ખંભાતમાં આજે દંતારવાડો તરીકે જાણીતો વિસ્તાર સં ૧૬૭૩માં દંતારાની પોલ તરીકે
પ્રસિદ્ધ હતો. તે સમયે આ વિસ્તારમાં ૧. કુંથુનાથ, ૨. શાંતિનાથ, ૩. ઋષભદેવ— એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ સં ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે ઃ
દંતારાની પોલિમાં, કુથજયન તાસ ।
બાર થંબ તસ ભુવનમાં, હું તસ પગલે દાસ ॥ ૫
શાંતિનાથ યનવર તણું, બીજું દેહેરું ત્યાંહિ । દસ પ્રતિમાશું પ્રણમતાં, હરષ હુઓ મનમાંહિ || ૬
Jain Education International
ગાંધર્વ બઈઠ ગુણ સ્તવઈ, કોકિલ સરીષઉ સાદ । વીસ ત્ર્યંબ વેગઇં નમું, ઋષભતણઉ પ્રાસાદ ॥ ૭
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં દંતારવાડો વિસ્તારમાં ૧. શાંતિનાથ, ૨. કુંથુનાથ એમ બે જિનાલયો દર્શાવવામાં આવ્યાં છે. તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
-
કુંભારવાડઈ શ્રી આદીશર એકસુપનર જાણુજી
દંતારવાડઈ સોલસમઉ પ્રભુ છ મૂરતિ વષાણુંજી ૧૩
૧૪૯
કુંથુનાથ ચઉરાસી જિનવર ચિંતામણિ સાગુટઈજી
ભુઇરા સહીત સાતસઈ એકોત્ત્પરિન નમુ હું મન ખોટઇજી ૧૪
સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં દંતારવાડા તથા ઊંડી પોળના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ આવે છે :
અથ દંતારવાડામાં દેહરાં -૩
૪૭. શ્રી કુંથુનાથ કીકાભાઈનું દેહ્રું દક્ષિણ સન્મુખ
૪૮. શ્રી શાંતિનાથજી
૪૯. શ્રી શાંતિનાથજી ઊંડી પોલમાં.
એટલે કે તે સમયે ઊંડી પોળમાં આવેલા શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ દંતારવાડા
For Personal & Private Use Only
www.jainelibrary.org