________________
૧૪૪
ખંભાતનાં જિનાલયો
સ્વામી તથા અજિતનાથનાં જિનાલય તરીકે ઓળખાતાં હતાં. અગાઉ આ જિનાલયમાં મૂળનાયક ભગવાનની દૃષ્ટિ દક્ષિણાભિમુખ હતી. સં૧૯૦૦માં પણ ‘દક્ષિણાભિમુખ હોવાનો ઉલ્લેખ છે. જીર્ણોદ્ધાર થયા પછી હવે બંનેની એક જ દિશામાં દષ્ટિ પડે તેમ પૂર્વાભિમુખ કરાવેલા છે. ઉપરાંત હવે અજિતનાથ મૂળનાયક તરીકે નથી.
અસલમાં આ જિનાલય કાચનું જિનાલય હતું. એટલું જ નહીં પણ તે કાચ-કલાના ઉત્તમ નમૂનારૂપ હતું. કાષ્ઠનો ઉપયોગ જિનાલયમાં થયેલો હોવાથી ઊધઈ વગેરે કારણોથી જિનાલય જીર્ણ થઈ ગયું હતું. જીર્ણોદ્ધાર કરાવવાની આવશ્યકતા તાકીદની બની ગઈ હતી. આ જીર્ણોદ્ધાર વખતે જ મોટા ભાગનું કાચકામ નાબૂદ થયું. જૂનું જિનાલય કાચનું હતું. તેની યાદગીરી માટે રંગમંડપના ઘુમ્મટના ભાગમાં કાચનું કામ કરવામાં આવ્યું. ગૂઢમંડપની બહારના ભાગની ચોકીની ઉપર ભગવાનના પાંચ કલ્યાણકો કોતરેલાં છે. ધાબા ઉપર વચમાં ગૌતમસ્વામી અને આજુબાજુ બંને તરફ લક્ષ્મીદેવીની મૂર્તિઓનાં શિલ્પો છે. આ મૂર્તિઓનાં શિલ્પોને કાચની રચનામાં રાખી સુરક્ષિત બનાવવામાં આવ્યાં છે.
જિનાલય ઘણી વિશાળ જગ્યામાં આવેલું છે. જિનાલયનો કુલ વિસ્તાર લગભગ ૭૨૫ ચોરસ વાર (૬૫૦૦ ચોરસ ફૂટ) છે. જિનાલયની બાંધકામની જગ્યા ૮૪૧ ચોરસ ફૂટની છે. જિનાલયની જ આ જગ્યામાં આજે જૈન શાળા દ્વારા સાધર્મિક ભવન બંધાવાયું છે.
જિનાલયમાં પ્રવેશતાં રંગમંડપ મનને મોહી લે છે. રંગમંડપમાં કમાનો છે. કમાનો પર પૂતળીઓનાં શિલ્પો આગળથી અને પાછળથી જોતાં એકસરખા દેખાય તેવી વિશિષ્ટતાવાળા જણાય છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૮) જિનાલયમાંનાં આકર્ષક ઝુમ્મરો અને હાંડીઓ શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ચારે બાજુ દીવાલ પર અરીસા છે. ફાનસ મૂકવા માટેનું લાકડાનું એક ટેબલ જેની અંદર સર્પની આકૃતિ છે તે અનન્ય છે.
ગભારાની બહાર ધાતુના શિખરબંધી પરિકરયુક્ત ચૌમુખજી છે. ગભારાની બહારના ભાગમાં ડાબી બાજુ ગોખમાં સિદ્ધાયિકાદેવીની આરસની મૂર્તિ તથા જમણી બાજુ માતંગયક્ષની આરસની મૂર્તિ છે. વૈશાખ સુદ છઠના રોજ જિનાલયની વર્ષગાંઠ ત્રણેય સમયે (સવારે નવકારશી અને સવારે તથા સાંજે જમણ) ઊજવાય છે. અહીં છ ધજા ચડે છે. ત્રણ ગભારાની, બે દેવદેવીની અને એક રંગમંડપની.
મૂળનાયક મહાવીરસ્વામીના ડાબા ગભારે પરિકરયુક્ત ધર્મનાથજીની પ્રતિમા બિરાજમાન છે. આશરે ૬૦ વર્ષ પહેલાં ધર્મનાથજીના આ પ્રતિમાજી ગીમટી વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસેની જમીનના ઉકરડામાંથી પ્રગટ થયા હતા. તે સમયે અન્ય પાંચેક નાના પ્રતિમાજી પણ પ્રગટ થયા હતા. મૂળનાયક મહાવીરસ્વામીના જમણા ગભારે અજિતનાથ ભગવાન બિરાજમાન છે. અજિતનાથ તથા ધર્મનાથની પ્રતિમાજીઓ પર લેખ નથી. ગૌતમ સ્વામીની આરસની એક ગુરુમૂર્તિ છે. ગભારામાં આરસના કુલ સોળ પ્રતિમાજીઓ વિદ્યમાન છે. ઉપરાંત ભીંતોમાં જડેલી પેનલોમાંની એક પેનલમાં શ્યામ રંગના ત્રણ કાઉસ્સગિયા, બે સફેદ રંગના કાઉસ્સગ્ગિયા અને એક પદ્માસનસ્થ પ્રતિમા છે. આ સિવાય બીજી કેટલીક પેનલમાં દેવ-દેવીઓની સફેદ કે શ્યામ રંગની મૂર્તિઓ છે. ધાતુના ખૂબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org