________________
ખંભાતનાં જિનાલયો
૧૪૩
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ગમટી વિસ્તાર ઊંડીપોળ અથવા ગીપટ્ટી નામે ઓળખાતો હતો. તે સમયે મહાવીરસ્વામી તથા અજિતનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૨૦-૨૧માં આવે છે. સાથે નોંધ પણ કરવામાં આવી છે કે આ બે દહેરાં ભેગાં છે.
ઊંડી પોળ અથવા ગીપટ્ટીમાં ૨૦. મહાવીર સ્વામીનું ૨૧. અજિતનાથજીનું (આ બે દહેરાં ભેગાં છે.)
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ગીપટીમાં મહાવીરસ્વામી તથા અજિતનાથનાં બે જિનાલયોનો ઉલ્લેખ આવે છે. તે સમયે બંને જિનાલયો ધાબાબંધી હોવાનો ઉલ્લેખ છે. અજિતનાથજીનું જિનાલય સં. ૧૯૧૬માં બંધાવ્યાનો ઉલ્લેખ છે. તે સમયે અજિતનાથજીના જિનાલયમાં પાષાણની ચાર અને મહાવીર સ્વામીના જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી.
સં ૧૯૮૪માં ખંભાતનો ઈતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ગીમટીમાં મહાવીર સ્વામી તથા અજિતનાથ-એમ બંનેનો સંયુક્ત જિનાલય તરીકે ઉલ્લેખ આવે છે. તે સમયે મહાવીર સ્વામીના ગભારામાં પાષાણની આઠ અને અજિતનાથના ગભારામાં પાષાણની પાંચ પ્રતિમાજીઓનો ઉલ્લેખ આવે છે. વળી આ જિનાલયનું વર્ણન (પૃ. ૫૦) નીચે મુજબ કરવામાં આવેલું છે :
.......ગીમટી નામક લત્તામાં ઠેઠ ખૂણામાં જતાં શ્રી મહાવીર સ્વામીનું દહેરું આવે છે. આ દહેરું કાચવાળું દહેરું કહેવાય છે, કેમકે સર્વત્ર કાચ જડી દીધેલા છે. આજુબાજુ છૂટ પણ સારી છે, બહાર કરતાં અંદરની શોભા વધી જાય છે.” તે સમયે આ જિનાલયનો વહીવટ શેઠ શ્રી મોતીલાલ કશળચંદ હસ્તક હતો.
" સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ગીમટીમાં મહાવીરસ્વામીનું જિનાલય તથા અજિતનાથનું જિનાલય એમ અલગ અલગ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. મહાવીર સ્વામીના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ અને અજિતનાથનાં જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. મહાવીર સ્વામીના જિનાલયમાં ધાતુની ગુરુમૂર્તિ અને અજિતનાથના જિનાલયમાં આરસની એક ગુરુમૂર્તિ હોવાનો ઉલ્લેખ છે. તે સમયે પણ વહીવટ મોતીલાલ કશળચંદ હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ હેમેન્દ્રભાઈ રતીલાલ શાહ, સુરેન્દ્રભાઈ નટવરલાલ, અશોકભાઈ ઠાકોરલાલ શાહ તથા ચિરાગકુમાર જગદીશલાલ શાહ હસ્તક છે.
દૂરથી જ જિનાલયનો દેખાવ ભવ્ય લાગે છે. આજે ત્રણ શિખરો અને રંગમંડપમાં ઘુમ્મટ છે. સં. ૨૦૧૮માં આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી તથા વિજય મનોહરસૂરિના હસ્તક જિનાલયની પુન:પ્રતિષ્ઠા થઈ છે. સં. ૨૦૧૦માં અગાઉ જણાવ્યા મુજબ આ જિનાલયો મહાવીર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org