________________
ખંભાતનાં જિનાલયો
૧૪૧
જિનાલયમાં બે ગૂઢમંડપો છે. સં. ૨૦૧૭માં પુનઃ પ્રતિષ્ઠા થઈ તે સમયનો એક બીજો લેખ પણ મળી આવે છે. તેને આધારે માહિતી મળે છે કે અજિતનાથજી બોરપીપળા વિસ્તારમાંથી પ્રગટ થયેલા હતા અને મૂળનાયક સિવાયના અન્ય જિનબિંબો તથા અજિતનાથની પુનઃ પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૭ના વૈશાખ સુદ ૧૧ના ગુરુવારના રોજ થઈ હતી.
- ગભારાની બહાર, રંગમંડપમાં જમણી બાજુ ગોખમાં આચાર્ય શ્રી વિજ્ઞાનસૂરિ, શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય શ્રી નેમિસૂરિની પાષાણની મૂર્તિઓ છે. આ મૂર્તિઓની પ્રતિષ્ઠાઓ પણ સં. ૨૦૧૭માં જ કરવામાં આવી હતી. આ સમયનું મુહૂર્ત પૂજ્ય આ મ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજીએ કહ્યું હતું અને તેમની તથા આ. શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મ., શ્રી વિજય યશોભદ્રસૂરીજી મ. અને શ્રી દેવસૂરીશ્વરજી મ. વગેરે આચાર્ય ભગવંતોની નિશ્રામાં આ પ્રતિષ્ઠા થઈ હતી.
આરસના બનેલા આ જિનાલયના ગૂઢમંડપના દરેક થાંભલા પર અતિસુંદર શિલ્પાકૃતિઓ છે. તેને કાચના બોકસમાં ફિટ કરેલી છે. ગૂઢમંડપમાં ઘુમ્મટની નીચેના ભાગમાં તીર્થકરોનાં કાષ્ઠનાં શિલ્પો છે. રંગમંડપમાં એક બાજુ સિદ્ધચક્ર મહાયંત્ર, શત્રુંજય તીર્થ અને બીજી બાજુ ગીરનારજી, અષ્ટાપદજી તીર્થના પટ છે. બે પટ પથ્થરથી ઉપસાવેલા છે અને બે પટ ભીંત પર ચિત્રિત કરેલ છે. જિનાલયમાં પટનું ચિત્રકામ હજુ ચાલુ હોય તેમ લાગે છે, કારણ કે લેખની નીચે સમેતશિખરના પટનો સ્કેચ તૈયાર છે. રંગ પુરાયેલા નથી.
ગભારામાં પાષાણની કુલ તેર પ્રતિમાજીઓ વિદ્યમાન છે.
જિનાલયના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ શ્રી નવખંડા પાર્શ્વનાથની પ્રતિમા ઘણી પ્રાચીન છે. મૂળનાયકની બાજુમાં બિરાજમાન શ્રી અજિતનાથજી પર મૂર્તિલેખ હતો જે આજે નથી. પરંતુ પુનઃ પ્રતિષ્ઠા વખતે તે પ્રતિમાના ઉત્થાપન વખતે વાંચવામાં આવેલો હતો અને સં૧૩૦૦ની આસપાસની સાલનો હતો જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
ઉપરાંત ટ્રસ્ટીના જણાવ્યા મુજબ મૂળનાયકજી નવખંડમાં ખંડિત થયેલ હતા. સ્વપ્ન આવ્યું કે કોઈ પુણ્યશાળી શ્રેષ્ઠીના હાથે પુનઃ પ્રતિષ્ઠા કરાવો અને તેમ નક્કી થયું ત્યારે નવખંડ સંધાઈ ગયા હતા. નવખંડ સાંધેલા દેખાય તેવો ફોટો આજે પણ ટ્રસ્ટીશ્રી પાસે ઉપલબ્ધ છે, જે બતાવવામાં પણ આવ્યો હતો. ત્યારબાદ સાંધેલી આ પ્રતિમા પર લેપ કરવામાં આવ્યો છે.
અગાઉ પૂજા કરતી વખતે પ્રતિમાજી હાલતા હતા, જે બરાબર ફિટ કરાવ્યા પછી હાલતા નથી. આ અંગે અમદાવાદના શ્રેષ્ઠીઓના માર્ગદર્શન હેઠળ કામ કરાવવામાં આવ્યું હતું. આજથી ૨૭ વર્ષ પહેલાં લેપ ફરી વાર કરાવ્યો. આજે આ શામળી પ્રતિમા લેપને કારણે નવખંડા સ્વરૂપે એટલે કે નવ ખંડોમાં સંધાયેલા દેખાતાં નથી.
સં. ૨૦૪૮ થી સં૨૦૫૧ દરમ્યાન ફરી એક વાર જીર્ણોદ્ધારનું કાર્ય થયું હતું.
ટૂંકમાં ભોંયરાપાડામાં આવેલું શ્રી નવખંડા પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ થયેલું આ જિનાલય સં. ૧૬૩૭ આસપાસનાં સમયનું હોવાનો સંભવ છે. જો કે ભીંત પરના લેખને આધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org