________________
ખંભાતનાં જિનાલયો
ચંદ્રપ્રભુસ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૫માં નીચે મુજબ થયેલો છે :
ભોંયરાપાડો
૬૪. નવખંડા પારસનાથ અથવા ભુવન પારસનાથ.
૬૫. ચંદ્રપ્રભુજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભોંયરાપાડાના આ જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે પાષાણની પંદર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવી હતી.
૧૩૫
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ભોંયરાપાડામાં આવેલા ચંદ્રપ્રભુના જિનાલયમાં પાષાણની દસ પ્રતિમાજીઓ તથા સ્ફટિકની એક પ્રતિમાનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયનો વહીવટ પાનાચંદ નગીનદાસ હસ્તક હતો. તેઓ ત્યાં જ રહેતા હતા.
સં. ૧૯૯પના, માગશર સુદ દશમને શનિવાર તા ૨-૧૨-૧૯૩૮ના દિવસે પ્રાતઃકાળમાં ૧૦ને ૧૭ મિનિટે આ જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે અંગેની એક સવિસ્તર નોંધવાળો લેખ સં. ૧૯૯૫માં ખંભાતમાં ભોંયરાપાડામાં પ્રતિષ્ઠા નામે જૈન સત્ય પ્રકાશના વર્ષ ૪ અંક-૫ પૃ૰ ૩૩૪ થી પૃ ૩૩૬ પર પ્રસિદ્ધ થયો હતો. આ લેખ પ્રતિષ્ઠા થયા પછીના દસ દિવસમાં જ એટલે કે તા. ૧૨-૧૨-૧૯૩૮ના રોજ લખાયો હતો. તે અતિ વિગતપૂર્ણ અને અતિ લંબાણયુક્ત લેખનો મહત્ત્વનો ભાગ નીચે મુજબ છે :
“થોડા દિવસ પહેલાં ખંભાતના ભોંયરાપાડા નામના એક વિભાગમાં એક જીર્ણોદ્ધાર કરાયેલ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જિનમંદિર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના મંદિર તરીકે ઓળખાય છે. આ પ્રતિષ્ઠા ઉત્સવ ત્યાંના ઓસવાળ શ્રી સંઘ તરફથી ઊજવવામાં આવ્યો હતો, અને શેઠશ્રી ભોગીલાલ મગનલાલે રૂ. ૧૦૦૧ બોલી મૂળનાયક ભગવાન શ્રી ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. આ પ્રસંગે પૂ૰ આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ આદિ ખંભાતમાં વિદ્યમાન હોવાથી તેમનાં પ્રેરણા અને સદુપદેશે લોકોને ખૂબ ઉત્સાહિત કર્યા હતા.
આ પ્રતિષ્ઠામાં શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું જે બિંબ મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત ક૨વામાં આવ્યું હતું તેમાં અનેક પ્રકારની વિશેષતાઓ હોવાના કારણે અહીં એનો ઉલ્લેખ કર્યો છે. એ વિશેષતાઓ આ છે :
૧. આ મૂર્તિ સ્વચ્છ સ્ફટિક રત્નની હોવા સાથે લગભગ સાડા છ ઈંચ ઊંચી તેમજ પ્રમાણસર છે. આ મૂર્તિ લગભગ પાંસચો વર્ષની જૂની છે.
૨.
૩. આની પ્રથમ પ્રતિષ્ઠા આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીના હાથે થઈ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org