________________
ખંભાતનાં જિનાલયો
સિંહાસનના ભાગમાં સં ૧૩૫૦..સા દેવ ભાર્યા.. .જેટલું લખાણ વાંચી શકાય છે. બાકીના અક્ષરો ઘસાઈ ગયા છે. તેથી વાંચી શકાતા નથી. ગભારામાં મૂળનાયકની જમણી બાજુ ખૂણામાં આવેલા આરસના પગલાં પર સં૰ ૧૮૩૫નો ઉલ્લેખ છે. જ્યારે ડાબી બાજુ ખૂણામાં એક નાના પગલાંની જોડ છે. જેના પર ‘સુમતિ વિજય..... સં. ૧૯૨૨'ના લખાણવાળો લેખ છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભોંયરાપાડામાં આવેલા મલ્લિનાથજીના ધાબાબંધી જિનાલય બંધાયાની સાલ સં. ૧૯૪૯ની દર્શાવવામાં આવી છે. પરંતુ ઉપરોક્ત સંદર્ભ જોતાં આ સાલ સંદર્ભે હકીકતદોષ રહેલો માલૂમ પડે છે. કારણ કે સં. ૧૯૦૦માં તથા સં. ૧૯૪૭માં ભોંયરાપાડાના આ જિનાલયનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. સં. ૧૯૬૩માં આ જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ અને ધાતુની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી તેમજ પગલાંની એક જોડનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી.
૧૩૩
સં ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ભોંયરાપાડામાં આવેલા મલ્લિનાથજીના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે આ જિનાલયમાં એક દક્ષિણાવર્ત શંખનો ઉલ્લેખ છે. જિનાલયનો વહીવટ મૂળચંદ હીરાચંદ હસ્તક હતો. તેઓ ધોબી ચકલે રહેતા હતા.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ભોંયરાપાડામાં આવેલા મલ્લિનાથજીના જિનાલયને ધાબાબંધ તરીકે દર્શાવેલું છે. તે સમયે જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. વળી તે સમયે પણ વહીવટ શેઠ મૂળચંદ હીરાચંદ હસ્તક હતો. આજે એનો વહીવટ નટવરભાઈ વાડીલાલ ચોકસી, જમ્બુભાઈ વાડીલાલ ચોકસી તથા અશોકભાઈ નટવરલાલ ચોકસી હસ્તક છે જેઓ સૌ ધોબીચકલામાં જ રહે છે.
જિનાલયના રંગમંડપમાં ઘુમ્મટ નથી પણ ધાબાની જાળીઓ છે. રંગમંડપની દીવાલો સુંદર ચિત્રકામયુક્ત પટ, પ્રસંગોથી ખચિત છે. અહીં દીવાલ પર ચંપાપુરીજી, સમેતશિખર, શત્રુંજય, અષ્ટાપદજી, આબુજી, રાજગૃહી, ગીરનારજી, પાવાપુરી તથા મહાવીર સ્વામીના જીવનના કેટલાક ઉપસર્ગો ઉપરાંત ચંદનબાળા દ્વારા કરાવેલાં પારણાંનો પ્રસંગ વગેરેનું ચિત્રાંકન સુંદ૨ છે.
ગભારામાં મૂળનાયક શ્રી મલ્લિનાથજીની પ્રતિમા ચાંદીની છત્રીમાં બિરાજેલ છે. મૂળનાયક શ્રી મલ્લિનાથને બે સિંહાસન છે. બંને સિંહાસન પર જુદી-જુદી સંવતનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પરિકરના સિંહાસનની ઉપર સં ૧૬૩૭નો ઉલ્લેખ છે તથા પરિકરના સિંહાસનની નીચેના બીજા સિંહાસન ૫૨ સં ૧૩૫૦નો ઉલ્લેખ છે. અહીં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ તથા ધાતુની બાર પ્રતિમાજીઓ બિરાજમાન છે. એક ગર્ભદ્વાર છે અને આજુબાજુ બારી છે. મૂળનાયકની ડાબી બાજુ બારી સન્મુખ સંભવનાથની પ્રતિમા અને જમણી બાજુ બા૨ી સન્મુખ ધર્મનાથની પ્રતિમા બિરાજમાન છે.
સં. ૧૯૬૩માં આ જિનાલયમાં પાષાણની પાંચ અને ધાતુની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ત્યારપછી સં ૧૯૮૪, સં ૨૦૧૦, સં. ૨૦૫૫ એટલે કે આજે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org