________________
૧૩
ખંભાતનાં જિનાલયો
પ્રવેશદ્વારની બારસાખ પર તથા ગર્ભદ્વારની બારસાખ પર કાઇની કોતરણી છે. રંગમંડપ મધ્યમ કદનો, સાદો અને સ્વચ્છ છે.
ગભારામાં પાષાણની કુલ સત્તાવીસ પ્રતિમાજીઓ ઉપરાંત સ્ફટિકની એક પ્રતિમા છે. ગભારામાં પાષાણની બે દેવીની મૂર્તિઓ છે.જિનાલયમાં કાઉસ્સગ્ગ મુદ્રાની પ્રતિમા વિશેષ પ્રમાણમાં છે. નેમિનાથની પ્રતિમા શ્યામરંગની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત છે. શાંતિનાથજીની પ્રતિમાજી સફેદ આરસની છે. બંને પ્રતિમાની ઊંચાઈ સરખી છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૬૭૩ પહેલાના સમયનું છે.
ભોંયરાપાડો
મલ્લિનાથ (સં. ૧૯૦૦ પહેલાં) ભોંયરાપાડામાં શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયની લગોલગ શ્રી મલ્લિનાથજીનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં કે સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં ભોંયરાપાડા વિસ્તારમાં મલ્લિનાથના આ જિનાલયનો ઉલ્લેખ આવતો નથી.
સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયની સૂચિમાં ભોંયરાપાડામાં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૭માં નીચે મુજબ આવે છે :
અથ ભુરાપાડામાં દેહરાં – ૬૬. શ્રી શાંતિનાથનું દેહ. ૬૭. શ્રી મલ્લીનાથ.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ભોંયરાપાડામાં આવેલાં છ જિનાલયો પૈકી મલ્લિનાથજીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૬માં નીચે મુજબ થયેલો છે :
ભોંયરાપાડો ૬૪. નવખંડા પારસનાથ અથવા ભુવન પારસનાથ.
.......................
૬૬. મલ્લીનાથજીનું મૂળનાયક શ્રી મલ્લિનાથની પ્રતિમા ઉપર સં. ૧૬૩૭નો લેખ છે. મૂળનાયકના પરિકરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org