________________
ખંભાતનાં જિનાલયો
૧ ૨૭
ભોંયરાપાડો
શાંતિનાથ (સં. ૧૭૦૧ પહેલાં) ભોંયરાપાડામાં પ્રવેશતાં સૌ પ્રથમ શ્રી શાંતિનાથજીનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી-તીર્થમાલામાં ભોંયરાપાડા વિસ્તારમાં કુલ ત્રણ જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. તે પૈકી શાંતિનાથનું એક જિનાલય વિદ્યમાન હતું, જયારે હાલ ભોંયરાપાડામાં શાંતિનાથનાં બે જિનાલયો છે.
ભુંઈરા કેરી પોલિ ભલેરી, ત્રણ્ય પ્રાસાદઈ ભુંગલ ભેરી,
શ્રી ચંદ્રપ્રભ દેહરઈ દીસઈ, અઢાર બંબ દેખી મન હીંસઈ શાંતિનાથ જયન વસઈ, હો || ૮
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં ભોંયરાપાડામાં વિદ્યમાન ત્રણ જિનાલયો પૈકી શાંતિનાથજીનાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : *
ભુંઅરઈ પાડઈ શાંતિ મૂરતિ બાવન જિન ગાજએ છસઈ બત્રીસ શાંતિનાથિ સાતસઈ એકવીસ સાંમલ
મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા ઉપરના લેખમાં “સંવત ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત પક્ષે ષષ્ઠી વાસરે રવે શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય ઉકેશ જ્ઞાતીય દેવરાજ ભાય ધનાઈ સુત.... ભાર્યા વાદે નામન્યા દ્વિતીયા ભાર્યા વીરાદે નામન્યા...... કારિતમ્ શ્રી શાંતિનાથ બિંબ પ્રતિષ્ઠિત અંચલ ગચ્છ શિરોવંત સાયમાને શ્રીમત્તપાગચ્છ ભટ્ટારક..... શ્રી વિજય દેવસૂરિભિઃ ચિરંજીયાત” લખાણ વાંચી શકાય છે. જયારે જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયમાં મૂળનાયકના લેખનો સંવત ૧૬૭૧ દર્શાવવામાં આવ્યો છે. આ જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વારની સન્મુખ બિરાજમાન આદેશ્વરજીની પ્રતિમા ઉપર સં. ૧૫૧૭નો ઉલ્લેખ થયેલો છે તથા જમણી બાજુના ગર્ભદ્વારની સન્મુખ બિરાજમાન શ્રી ધર્મનાથની પ્રતિમા ઉપર સં. ૧૬૭૭નો ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૦૦માં ભોંયરાપાડાનાં કુલ છ જિનાલયો પૈકી શાંતિનાથજીનાં બે જિનાલયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે પૈકી શાંતિનાથજીના એક જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૬માં તથા બીજા જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૦માં નીચે મુજબ થયેલો છે :
અથ શ્રાપાડામાં દેહરા ૬. ૬૬. શ્રી શાંતિનાથનું દહેરું. ૬૭. શ્રી મલ્લિનાથ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org