________________
ખંભાતનાં જિનાલયો
ધર્મનાથ ભગવાનનું જિનાલય આરસનું બનેલું છે જ્યારે થાંભલા કાષ્ઠના છે. માણેકચોકમાં આવેલા ધર્મનાથના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં મળે છે ઃ
માણેક ચઉક પોલિં ઋષભમંદિર એકસુ છપ્પન સાંભલઉ ૧૬
ભુંઈરઈ એકત્રીસ આદિ સહીત મલ્લિ સતાવન ગુણઘણઈ શાંતિ ભુવન ચૌદહ ધર્મ પક્ષો..........
સં. ૧૭૦૧માં ખંભાતમાં ધર્મનાથ ભગવાનનું માત્ર એક જ જિનાલય હોવાનો ઉલ્લેખ
મળે છે.
સં. ૧૮૧૭માં પદ્મવિજય રચિત ખંભાત ચૈત્ય પરિપાટીમાં ધર્મનાથના એક જ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. પ્રસ્તુત ચૈત્યપરિપાટીમાં જિનાલયોની સંખ્યા અને નામ દર્શાવવામાં આવ્યા છે. પરંતુ સ્થળ નામનો ઉલ્લેખ થયેલો નથી. ધર્મનાથના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે
દોય દેઉલ વાસુપૂજ્યનાં રે જિન એકસો ઇગવન્ન વિમલનાથનાં દેહરાં રે રત્નત્રયી પરે ત્રણ્ય રે
દોયર્સે પનર જગતાતની રે મૂરતિ ભાવિ શિવદાય ધર્મનાથ એક દહે રે બ્યાશી શ્રી જિનરાય રે
૧૨૩
૧૧ વિ.
૧૨ વિ.
અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત મૂળનાયક શ્રી ધર્મનાથની પ્રતિમા પર “સં. ૧૬૬૨ ફાગણ વદ બીજું..... આચાર્ય શ્રી હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિજી ” એ મુજબનું લખાણ પ્રાપ્ત થાય છે.
સં. ૧૬૭૩માં કવિ ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ધર્મનાથના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. પરંતુ સં. ૧૭૦૧માં તથા સં ૧૮૧૭માં ધર્મનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૯૦૦માં લાડવાડા મધ્યે છ જિનાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પૈકી ક્રમાંક ૭૭માં શ્રી ધર્મનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ મળે છે :
અથ લાડવાડામાં દેહરાં ૬
૭૨. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ આદા સંઘવીનું દે
Jain Education International
૭૭.શ્રી ધરમનાથનું દેરું.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માણેકચોક વિસ્તારમાં આવેલાં
For Personal & Private Use Only
www.jainelibrary.org