________________
૧૨૨
ખંભાતનાં જિનાલયો
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં આવેલા મહાવીર સ્વામીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓ આ જિનાલયમાં વિદ્યમાન હતી અને જિનાલયનો વહીવટ સાંકળચંદ મનસુખરામને હસ્તક હતો. હાલ આ જિનાલયનો વહીવટ નવીનભાઈ મંગળદાસ કાટવાલા કરે છે. તેઓ પાસેથી મેળવેલી માહિતી પ્રમાણે તેમના દાદાનું નામ છોટાલાલ સકળચંદ છે. તે મુજબ સકળચંદ મનસુખરામ સાચું હશે. સં૧૯૮૪માં સરતચૂકથી મનસુખરામ સકળચંદના નામનો ઉલ્લેખ થયો હોય તેવો સંભવ છે. વધુમાં નવીનભાઈ જણાવે છે કે ફકીરચંદ ઉમેદચંદ દખ્ખણવાલા તથા તેમના વડવાઓએ આ જિનાલયની મૂળ પ્રતિષ્ઠા કરાવેલી.
સં. ૨૦૦૬માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે.
ચોકમાં પ્રવેશતાં ડાબા હાથે સામે શ્રી મહાવીર સ્વામીનું જિનાલય આવેલું છે. ચોકમાં જમણા હાથે નાની વાડી જેવી રચનામાં ભગવાનને ચડાવવાનાં ફૂલો ઉગાડવામાં આવે છે.
મહાવીરસ્વામીનું જિનાલય ધર્મનાથજીના જિનાલયની સરખામણીએ નાના કદનું છે.
રંગમંડપ સાદો, સ્વચ્છ અને નાનો છે. રંગમંડપમાં ગર્ભદ્વારની ઉપર કાચની ફ્રેમવાળું લાકડાનું કબાટ છે જેમાં કાષ્ઠની ૧૬ મૂર્તિઓ રાખવામાં આવી છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૫) ગર્ભદ્વાર પાસે લાકડાની સામાન્ય કોતરણી છે.
એક ગર્ભદ્વાર અને આજુબાજુ નાની બારી છે. ગભારામાં મળે શ્રી મહાવીર સ્વામીની નયનરમ્ય પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. ડાબી બાજુ બારી સામે ધર્મનાથજી, જમણી બાજુ બારી સામે આદેશ્વરજીની પ્રતિમા બિરાજમાન છે. અહીં ગભારામાં આજે પણ પાષાણની પ્રતિમા સંખ્યા પાંચ છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૪૭ પહેલાના સમયનું છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા પર સં. ૧૬૫૩નો મૂર્તિલેખ છે.
માણેકચોક ધર્મનાથ (સં. ૧૭૦૧ પહેલાં)
માણેકચોક વિસ્તારમાં ચિંતામણિ પાર્શ્વનાથનાં બે જિનાલયો પસાર કર્યા બાદ, આગળ જતાં ડાબા હાથે શ્રી ધર્મનાથ તથા શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં જોડા જોડ ધાબાબંધી જિનાલયો આવેલાં છે. આ બંને જિનાલયોમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વાર બે છે, જ્યારે ચોક એક છે. બંને જિનાલયના રંગમંડપમાં પ્રવેશવા માટેના પ્રવેશદ્વાર તથા ગભારાઓની દિશા અલગ-અલગ છે.(જુઓ ફોટોગ્રાફ નં. ૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org