________________
ખંભાતનાં જિનાલયો
૧૧૯
| જિનાલયની બાંધણી મકાનના જેવી છે. જાળીવાળો ઝાંપો ઓળંગીને ઓટલા પર ચડી, જિનાલયના રંગમંડપમાં પ્રવેશ કરી શકાય છે. રંગમંડપ તદન સાદો છે. જિનાલયના રંગમંડપમાં ખારિયા પથ્થરનો ઉપયોગ થયેલો છે. આ જિનાલયમાંથી વાસુપૂજયસ્વામીના જિનાલયમાં જઈ શકાય છે.
ગભારામાં અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત શ્રી શાંતિનાથજીની પ્રતિમા મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત છે. ગભારામાં આરસનો ઉપયોગ થયેલો છે. અહીં પાષાણની કુલ દસ પ્રતિમાજીઓ છે, જે પૈકી ત્રણ પ્રતિમાજી કસોટીના પથ્થરની છે. મૂળનાયક શાંતિનાથજીની આજુબાજુ બંને ગર્ભદ્વાર સન્મુખ શાંતિનાથજીની જ પ્રતિમા બિરાજમાન છે, જે પૈકી મૂળનાયક શ્રી શાંતિનાથની ડાબી બાજુના ગભારે બિરાજમાન શ્રી શાંતિનાથની પ્રતિમા પર નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે :
સં. ૧૬૪૪ વર્ષે જેઠ સુદ ૧૨ સોમ..બાઈ અમરીદે પુત્રી બાઈ લંબિ સ્વશ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ કારાપિત શ્રીમદ્ તપાગચ્છ ભટ્ટારક જગદ્ગુરૂ.....શ્રીપ શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્
તથા મૂળનાયક શ્રી શાંતિનાથની જમણી બાજુના ગભારે બિરાજમાન શ્રી શાંતિનાથની પ્રતિમા પર પણ નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે :
“સંવત ૧૬૪૪ વર્ષે જેઠ સુદ ૧૨ સોમ.. શ્રી શાંતિનાથ બિંબ કારાપિત.....”
મૂળનાયક શાંતિનાથજીની પ્રતિમા પર સં૧૬૪૩નો લેખ છે. ઉપરાંત ડાબે તથા જમણે ગભારે બિરાજમાન બંને શાંતિનાથની પ્રતિમાઓ પર સં૧૬૪૪નો લેખ છે. મુખ્ય ગર્ભદ્વાર તથા ડાબે-જમણે આવેલા ગર્ભદ્વાર એમ કુલ ત્રણ ગર્ભદ્વારમાં સન્મુખ શાંતિનાથની પ્રતિમા બિરાજમાન છે. આમ ત્રણે ગભારે શાંતિનાથજીની પ્રતિમા છે એ આ જિનાલયની વિશિષ્ટતા છે.
. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૪૩ના સમયનું છે.
માણેકચોક
વાસુપૂજ્ય સ્વામી (સં. ૧૯૬૩ પહેલાં) માણેકચોક વિસ્તારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરાયુક્ત (ભોંયરામાં આદેશ્વર) જિનાલયની બાજુમાં બે-એક ઘર છોડીને ખૂણામાં શ્રી વાસુપૂજય સ્વામી તથા શ્રી શાંતિનાથજીનાં પાસ-પાસે ધાબાબંધી જિનાલયો આવેલાં છે.
મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા પર સં. ૧૬૬૭નો ઉલ્લેખ ધરાવતો લેખ છે.
સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ભંડારી પોળ વિસ્તારમાં વાસુપૂજ્ય સ્વામીના જિનાલયનો ઉલ્લેખ આવે છે. સાત મહીઆની પોળ (આજનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org