________________
૧૧૩
ખંભાતનાં જિનાલયો પ્રમાણે બોલે છે–
સોની તેજપાળ ખંભાતનો રહેવાસી અને શ્રી હીરવિજયસૂરિના ધનાઢ્ય ભક્તમાંનો એક, ઉદાર અને શ્રાવક વર્ગમાં અગ્રેસર હતો. વિસં. ૧૬૪૯ની સાલમાં સૂરીશ્વર ખંભાત પધાર્યા ત્યારે શ્રી અનંતનાથની પ્રતિષ્ઠા કરાવી પચીસ હજાર રૂપિયા ખરચ્યા હતા. ખારવાડાવાળા અનંતનાથ હોય અગર બીજા હોય તે ચોક્કસ ન કહેવાય. વળી મોટું જિનભુવન પણ પોતે બનાવ્યું હતું. જે વિશે શ્રી ઋષભદાસ શ્રી હીરવિજયસૂરિ રાસના પૃ ૧૬૬માં કહે છે કે –
ઇંદ્રભુવન જર્યું દહેરૂ કરાવ્યું, ચિત્ર લલિત અભિરામ; ત્રેવીસમો તીર્થંકર થાપ્યો, વિજયચિંતામણિ નામ હો. હી. ૬ રૂષભ તણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મોટી સોય, મુંદરામાં જઈને જુહારો, સમકિત નિરમળ હો. હી. ૭ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરા;
ઓશવંશ ઉજવળ જેણે કરીઓ, કરણી તાસ ભમોરા હો. હી. ૮ જેનું ઉપર વર્ણન છે તે જ આ ભોંયરાવાળું દહેરું. ભીંત ઉપર લેખ છે જે ઉપરની વાતને પુરવાર કરે છે. જેનો ભાવાર્થ આ પ્રમાણે છે :
સોની તેજપાળ ઓસવાલ જ્ઞાતિનો અને આબૂહરા ગોત્રનો હતો. પિતાનું નામ વછિઆ અને માતાનું નામ સુહાસિણી. આ ભૂમિગૃહવાળું જિનાલય તેમની ભાર્યા તેજલદેએ સ્વપતિની આજ્ઞાપૂર્વક ઘણું દ્રવ્ય ખર્ચીને કરાવ્યું હતું. બિંબ પ્રતિષ્ઠા સં૧૯૬૧ના વૈશાખ વદ ૭ને દિને શ્રી વિજયેસનસૂરિએ કરી હતી.” વિશેષમાં તેજપાળે એક લાખ રૂપિયા લ્યાહરી ખર્ચા સિધ્ધાચળજી ઉપર મૂળનાયક શ્રી રૂષભદેવ પ્રભુના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો જે વાત ત્યાંના થાંભલા પરના શિલાલેખથી સિદ્ધ થાય છે. એ લેખ પરથી સં૧૯૪૬માં ખંભાતમાં સુપાર્શ્વનાથનું મંદિર કરાવ્યાની નોંધ મળે છે. તારાચંદ સંઘવીની તિથિએ આ જિનાલયે પૂજા ભણાવવામાં આવે છે. એ સંઘવીને કવિવર ઋષભદાસના વંશ સાથે સંબંધ હોય તેમ બનવા જોગ છે. હાલ આ મંદિરની વ્યવસ્થા જૈન શાળા કમિટી હસ્તક છે”
એટલે કે સં૧૯૬૩ થી સં. ૧૯૮૪ દરમ્યાન આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં પણ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની સાથે ભોંયરામાં આદેશ્વરજીનું જિનાલય દર્શાવવામાં આવ્યું છે એટલે કે તેને અલગ જિનાલય તરીકે ગણવામાં આવ્યું નથી. તે સમયે જિનાલયમાં પાષાણની કુલ સત્તર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. તે સમયે જિનાલયમાં પાષાણની બે ગુરુમૂર્તિ અને ધાતુની એક ગુરુમૂર્તિ હોવાનો પણ ઉલ્લેખ હતો. ઉપરાંત તે સમયે ભોંયરામાં જૂના અવશેષો પણ હતા. તેવી વિશેષ નોંધ પણ મળે છે.
હાલમાં જિનાલયનો વહીવટ શ્રી તપાગચ્છ અમરજૈન શાળા સંઘ હસ્તક છે.
ખંભા. ૮ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org