________________
૧૧૨
માણિકચઉકપોલિં ઋષભ મંદિર એકસુ છપ્પન સાંભલઉ ૧૬ છલ્લૂ મૂરતિ પાસનઈ દેહરઈ
બીજઈ પાસ જિન પંચાસ દુષ હ૨ઈ ૧૭
ભુંઇરઈ એકત્રીસ આદિ સહીત મલ્લિ સત્તાવન ગુણઘણઈ
૧૮
સં. ૧૯૦૦માં લાડવાડામાં દર્શાવેલાં છ જિનાલયો પૈકી આ બે જિનાલયોનો ઉલ્લેખ ક્રમાંક ૭૪ તથા ક્રમાંક ૭૫માં આવે છે, જે નીચે મુજબ છે :
૭૪.શ્રી જગીબાઈના ભુંયરામાં શ્રી આદિસર ભગવાન
૭૫. શ્રી ઉપર ચિંતામણિ પાર્શ્વનાથ
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માણેકચોક વિસ્તારમાં દર્શાવવામાં આવેલાં નવ જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૪માં થયેલો છે. તે સમયે ભોંયરામાં આદેશ્વરની પ્રતિમા હોવાનો પણ ઉલ્લેખ છે.
ખંભાતનાં જિનાલયો
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. પરંતુ ભોંયરામાં બિરાજમાન આદેશ્વરજીના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. તે સમયે જિનાલયમાં પાષાણની કુલ આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને મૂળનાયકનું નામ ‘શ્રી વજેચિંતામણિ પાર્શ્વનાથ' દર્શાવવામાં આવ્યું હતું અને જિનાલયના મકાનની સ્થિતિ જીર્ણ હતી.
સં -૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલય તથા ભોંયરામાં આદેશ્વરજીના જિનાલયનો ઉલ્લેખ સંયુક્ત જિનાલય તરીકે થયેલો છે. તે સમયે ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ અને ભોંયરામાં આદેશ્વરજીના જિનાલયમાં પાષાણની દશ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે પૃ ૪૫ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ પ્રાપ્ત થાય છે ઃ
""
.બાંધણીમાં નવીન ભાત પાડતું અને થોડા સમય પૂર્વે જેનો જીર્ણોદ્ધાર થતાં રૂપરંગમાં નવીનતા ધરતું અને જેને માટે ઐતિહાસિક નોંધો છે એવું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેવાલય યાને આદેશ્વરજીનું ભોંયરું નયનપથમાં આવે છે કવિવર ઋષભદાસની પોળનું આ પ્રાચીન જિનાલય. એક કાળે જ્યાં રવિનાં કિરણો મહામુશ્કેલીએ પ્રવેશતાં અને પગથી ઊતરતાં અંધારાને લઈ પગ ખસવાની ધાસ્તી રહેતી ત્યાં આજે બાળક પણ સુખે સંચરી શ્રી શત્રુંજયના દાદા સમા વિશાળ એવા શ્રી આદિજિનના બિંબની ઊછળતા હડે સ્તુતિ કરે છે. મનમાં આશ્ચર્ય ઉદ્ભવે છે કે આવી મોટી મૂર્તિને ભોંયરામાં શી રીતે સ્થાપન કરી હશે ! ઉપરના ભાગ પર એક સમયે શીર્ણવિશીર્ણતા સિવાય અન્ય કંઈ નજરે ન પડતું, ત્યાં આજે તો ચિંતામણિ પાર્શ્વનાથની તેજસ્વી મુદ્રા હાસ્ય ન કરતી હોય એવો સ્પષ્ટ ભાસ થાય છે. આ દહેરાં સંબંધમાં ઇતિહાસ નીચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org