________________
ખંભાતનાં જિનાલયો
૧૧૧
“સં. ઈલાહી ૬૮ સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ વદિ ૬ ગુરૌ શ્રી સ્તંભતીર્થ બંદિરે ઓશવાલ વંશ શાખાયા ક્ષાત્સરા ગોત્રે સોવર્ણિક સો વછિયા ભાર્યા સોહાસિણી સુત સો તેજપાલ નાગ્ના ભાર્યા તેજલ દે પ્રમુખ પરિવારયુએનસ્ય શ્રેયસે શ્રી આદિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતથ્ય શ્રી તપાગચ્છ ભ. શ્રી હિમવિમલસેન..ભ. શ્રી આણંદ વિમલસૂરિ પટ્ટમુકુટ પ્રણિ ભ૦ શ્રી વિજયદાન......પટ્ટ પૂવ્ર પટેત પદ્મપાણિ ભટ્ટારક કોટી ર હીરભ૦ શ્રી હીરવિજય સૂરિ પટ્ટપાદાનિધિ પિયૂષ....... સવચન ચાતુરી ચમકૃતચિત શાહ શ્રી અકબર દત્ત બહુમાન.......... ભટ્ટારક પરંપરે પુરંદર સુવિહિત સાધુશિરોમણિ ભટ્ટારક પ્રચુ શ્રી વિજયસેન સૂરિભિઃ | શ્રી રતુ ! ”
ભોંયતળિયે બિરાજમાન મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનો લેખ નીચે મુજબ વંચાય છે ? “સં. ૧૮૬૧ વર્ષે વૈ, વ. ૭ સોમે સો. તેજપાલ ભાર્યા.. બિંબ પ્રશ્રી તપાગચ્છ શ્રી વિજયસેનસૂરિભિઃ ”
ઉપરાંત મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્થનાથજીના પરિકરમાંના જમણી બાજુના કાઉસ્સગીયા ભગવાનની મૂર્તિ પરનો લેખ નીચે મુજબ છે :
સંવત ૧૬૬૮ વર્ષે ઉકેશ જ્ઞાતિ સો તેજપાલ ભાર્યા તેજલદે નાસ્ના શ્રી પાર્શ્વપરિકરઃ કારિતઃ પ્રતિષ્ઠિતથ્ય તપાગચ્છ શ્રી વિજયસેનસૂરિભ(ભિ): શ્રેયોતિ સકલ સંઘસ્ય !”
મૂળનાયકના પરિકરમાંના ડાબી બાજુના કાઉસ્સગ્ગીયા ભગવાનની મૂર્તિ ઉપરનો લેખ નીચે મુજબ છે :
સંવત ૧૬૬૯ વર્ષે આષાઢી શિત ત્રયોદશી દિને ઉકેશ જ્ઞાતિય સો તેજપાલ ભાર્યા તેજલદે નાસ્ના શ્રેયસે શ્રી પાર્શ્વનાથ પરિકરઃ કારિત પ્રતિષ્ઠિતથ્ય તપાગચ્છ શ્રી વિજયસેનસૂરિભિઃ પં. મેરુવિજય પ્રણમતિ તરાસ્ત સકલ સંઘાયે પ્રજલ ભૂયાત્ ” - સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ચિંતામણિ પાર્શ્વનાથના તથા ભોંયરાના આદેશ્વરજીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
સાહા મહઆની પોલિ વખાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું,
આગલિ બીજઈ અંતામણિ પાસ, ભેયરિ ઋષભદેવનો વાસ, બંબ નમું પંચાસ) હો | ૩
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં માણિકચઉકપોલિમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org