________________
૧૧૦
ખંભાતનાં જિનાલયો
બિરાજમાન ચાળીસ પ્રતિમાજીઓ મળીને પાષાણની કુલ સત્તાવન પ્રતિમાજીઓ જિનાલયમાં છે આરસના પગલાં જોડ ચાર છે. મૂળનાયકની ડાબી બાજુ ગર્ભદ્વારા સન્મુખ ધર્મનાથજી તથા જમણા ગર્ભદ્વારા સન્મુખ શાંતિનાથજી બિરાજમાન છે. ગભારામાં ડાબી બાજુ ભીંત પર શ્યામ રંગની ત્રણ મૂર્તિઓની આરસની પેનલ જડેલ છે. ગભારામાં આરસમાં કોતરેલ બે પટ મૂકવામાં આવેલ છે, જે પૈકી એક સમેતશિખરનો પટ તથા બીજો નંદીશ્વર દ્વીપનો પટ છે. નંદીશ્વર દ્વીપના પટ પર સં. ૧૨૯૮નો લેખ છે. આ બંને પટ જમીનમાંથી ખોદકામ કરતાં મળી આવેલ. આ ઉપરાંત જમીનમાંથી મળી આવેલ ધાતુનું ચૌમુખજી સમોવસરણ પણ આ જિનાલયમાં છે. જો કે હાલ ધાતુના ચૌમુખજીની ચાર પ્રતિમાજીઓ ગભારામાં બિરાજમાન છે. જયારે સમવસરણ રંગમંડપમાં એક બાજુ મૂકવામાં આવ્યું છે.
ટૂંકમાં, માણેકચોક વિસ્તારમાં આવેલું શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ બાવન જિનાલય સં. ૧૬૬૮ના સમયનું છે. સં. ૨૦૧પમાં ડટ્ટણકૂવો ખોદતાં અનેક પ્રતિમાજીઓ મળી આવેલા અને તેના પ્રતિમા લેખો ઉકેલતાં પ્રતિમાજીઓ વસ્તુપાળ-તેજપાલના સમયનાં મલ્લિનાથના જિનાલયની હોવાનું વિદિત થાય છે. તે સૌ પ્રતિમાઓને પણ સં. ૨૦૨૨માં આ જ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
માણેકચોક ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૯૬૧)
આદેશ્વર (સં. ૧૬૫૯)
*
માણેકચોકની મધ્યમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયની સામે આવેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી, ભોયરાયુક્ત પ્રાચીન જિનાલય અત્યંત મનોહારી છે.
ભોંયરામાં મૂળનાયક શ્રી આદેશ્વરજી છે. જ્યારે ભોંયતળિયે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ છે.
કવિ શ્રી ઋષભદાસ દ્વારા રચાયેલ શ્રી હીરવિજયસૂરિ રાસમાં (સં. ૧૬૮૫) આ જિનાલય અંગે નીચે મુજબની કડીઓમાં ઉલ્લેખ આવે છે :
ઇન્દ્રભુવન જન્મ્ય દેહરું કરાવ્યું, ચિત્ર લિખિત અભિરામ ત્રેવીસમો તીર્થકર થાપ્યો, વિજય ચિંતામણ નામ હો. હી. ઋષભ તણી તેણે મૂર્તિ ભરાવી, અત્યંત મોટી સોય,
ભુંઈરામાં જઈને જુહારો, સમતિ નિરમલ હોય હો. હી. ભોંયરામાં મૂળનાયક શ્રી આદેશ્વરજી પરનો મૂર્તિલેખ આજે પણ વિદ્યમાન છે, જે નીચે મુજબ વંચાય છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org