________________
ખંભાતનાં જિનાલયો
૧૦૭
ઈ. સ. ૧૨૦૦ની આસપાસની (વિક્રમના ૧૩માં સૈકાની) લગભગ (બાવન) પર જેટલી જૈન પ્રતિમાજીઓ તથા (સોળ) ૧૬ પરિકરો ખંભાતના માણેકચોક વિસ્તારમાંથી ઘરનો ડટણ કૂવો ખોદતી વખતે તથા પાછળથી પદ્ધતિસર ખોદકામ કરતાં શ્રી અમીચંદ કિલાચંદ શાહના ગૃહપ્રાંગણ નીચેથી પ્રાપ્ત થયાં. પ્રતિમાઓ અખંડ પ્રાપ્ત થઈ છે. પ્રતિમાઓ એવી સાવધાનીથી તથા પદ્ધતિસર દાટવામાં આવી હતી કે જેથી એક પણ પ્રતિમા ખંડિત થઈ નથી કે કોઈને ઘસારો પણ અડક્યો નથી. એટલે મુસ્લિમ શાસનના આક્રમણના ભયથી, અગમચેતી વાપરીને આ પ્રતિમાઓ દાટવામાં આવી હશે એવું અનુમાન કરી શકાય.
આ પ્રતિમાઓ પ્રાપ્ત થતાં જૈન સમાજમાં આનંદનું મોજું પ્રસરી ગયું અને ચારે બાજુએ જૈન શાસનની સૌરભ પ્રસરી ગઈ. લોકોનાં અદમ્ય ઉત્સાહથી અને સુખી દાતાઓની મદદથી ટૂંક સમયમાં જ પ્રતિમાઓના પ્રાપ્તિસ્થાનની બાજુમાં આવેલ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને નવેસરથી બાંધી વિસ્તૃત કરી એમાં મહા વદી ૭ સંવત ૨૦૨૨ (ઈ સં. ૧૯૬૬)માં આ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ પ૨ (બાવન) પ્રતિમાઓ પૈકીની બાર પ્રતિમાઓ ગર્ભગૃહની અંદર પહેલાંની ચિંતામણિ પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓની સાથે પ્રતિષ્ઠિત કરી છે,
જ્યારે બાકીની ૪૦ પ્રતિમાઓ બહારના ખંડમાં બંને બાજુએ અલગ અલગ નાનાં દેવમંદિરો બનાવી એમાં પ્રસ્થાપિત કરી છે. ઉપરાંત એમાં સળંગ અનુક્રમ નંબર આપેલ છે. ગૃહમાંથી બહાર નીકળતાં જમણી બાજુથી અનુક્રમે નંબર-૧ (પુંડરીક સ્વામી) શરૂ થાય છે.” - આ બાવન પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૨૨ની સાલમાં આ શ્રી નંદનસૂરિ મ. સા, આઇ શ્રી કસ્તૂરસૂરિ, આ. શ્રી વિજ્ઞાનસૂરિ, પં. શ્રી મુક્તિવિજયજી ગણિવર વગેરે આચાર્ય ભગવંતોની નિશ્રામાં કરવામાં આવી. તારાચંદ અંબાલાલ, કેસરીચંદ નગીનદાસ, ચીમનલાલ મોતીલાલ, નાનાલાલ સોમચંદ, હીરાલાલ સોમચંદ તથા મૂળચંદ સોમચંદ વગેરે શ્રાવકોએ આ પુનઃ પ્રતિષ્ઠાનો લાભ લીધો.
રંગમંડપની લંબાઈ વિશેષ છે. રંગમંડપમાં બંને બાજુની દીવાલોએ ઘુમ્મટયુક્ત તેમજ કોતરણીવાળા સ્તંભોયુક્ત ગોખમાં ચાળીસ પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. જમણી બાજુ ગોખમાં ૧ થી ૨૦ નંબરવાળી પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે, જે પૈકી સાત પ્રતિમાજીઓને સુંદર કોતરણીવાળા પરિકર છે. ડાબી બાજુના ગોખમાં ૨૦ થી ૪૦ નંબરની પ્રતિમાઓ છે. અહીં પણ સાત પ્રતિમાજીઓ સુંદર કોતરણીવાળા પરિકરયુક્ત છે. રંગમંડપમાં ગર્ભદ્વારની ઉપરની દીવાલે શ્રી શત્રુંજય તીર્થ, શ્રી શંખેશ્વરતીર્થ તથા શ્રી ભદ્રેશ્વરતીર્થના પથ્થર પર ઉપસાવી રંગકામ કરેલ કુલ ત્રણ પટ છે. રંગમંડપમાં જમણી બાજુ ગોખમાં બિરાજમાન શ્રી પુંડરીકસ્વામીની પાષાણ પ્રતિમાજી પર સં૧૨પરનો મૂર્તિલેખ છે. તથા ડાબી બાજુના ગોખમાં અશોકવૃક્ષ પર બિરાજેલ મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન છે. આ બંને પ્રતિમાજીઓ જોવાલાયક છે. રંગમંડપના બંને બાજુના ગોખમાં બિરાજમાન આ પ્રતિમાજીઓ સંપ્રતિ મહારાજના સમયની છે અને દરેક પ્રતિમાજીના હાથ પર નખ છે, જે આ પ્રતિમાજીઓની લાક્ષણિકતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org