________________
ખંભાતનાં જિનાલયો
૧૫
માણેકચોક ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલય (સં. ૧૬૬૮)
માણેકચોક વિસ્તારમાં પ્રવેશતાં, પ્રથમ આદેશ્વરજીના જિનાલયની આગળ જતાં કવિ ઋષભદાસ શેઠની પોળ લિખિત પાટિયાવાળા થાંભલા પાસે ચિંતામણિ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધ, ભોંયરાયુક્ત બાવનજિનાલય આવેલું છે.
સં. ૧૯૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત –બાવતી તીર્થમાલામાં માણેકચોકમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે :
સાહા મહીઆની પોલિ વખાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું.
સાહા જસૂઆનું દેહેરુ સોમચિંતામણિ તિહાં જૂહારું ,
ચઉદ બિંબ ચિત્ત ધારુ, હો ! ૪ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં નર્મદાશંકર ભટ્ટ પૃ ૧૦૩ પર જસરાજ નામના શ્રેષ્ઠી વિશે નીચે મુજબની નોંધ કરે છે :
ઓસવંશમાં સાજસરાજ કરીને ગૃહસ્થ થયો. તેને જેસલદે નામની સ્ત્રી હતી અને માંડણ નામે પુત્ર હતો. તેણે સંત ૧૬૬૮ના અશાડ સુદિ રને દિવસે શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ કરાવ્યા અને શ્રી વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી જે હાલ માણેકચોકમાં છે. તેણે આ પ્રસંગે લગભગ અર્ધો લાખ રૂપીઆ ખરચ્ચાનું કવિ ઋષભદાસ કહે છે.”
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલાના માણેકચોક વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
માણિકચકિપોલિ ઋષભ મંદિરિ એકસુ છપ્પન સાંભલઉ ૧૬ છકૂ મૂરતિ પાસનઈ દેહરાઈ
બીજઈ પાસ જિન પંચાસ દુષ હરઈ ૧૭ સં. ૧૯૦૦માં લાડવાડામાં છ જિનાલયોના ઉલ્લેખમાં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૨માં થયેલો છે. તે સમયે પણ આ જિનાલય સોમચિંતામણિ પાર્થનાથના જિનાલય તરીકે પ્રચલિત હતું અને આદા સંઘવીનું દેહરુ તરીકે પણ ઓળખાતું હતું.'
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ માણેકચોક વિસ્તારમાં ક્રમાંક ૭૫માં થયેલો છે.
માણેકચોક મહેલ્લામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org