________________
ખંભાતનાં જિનાલયો
- ૧૦૩
દેશે માંડવી બંદર નિવાસી તસ્ય સુત શેઠ સિગજીભાઈ તસ્ય ભ્રાત ચિરંજીવી કલ્યાણભાઈ યે સ્વહસ્તે ગુરૂદેવ શ્રીમાન ભ્રાતૃચંદ્રજીના બોધથિ શ્રી આદિશ્વરજીના પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવવાનો લાભ લિધો. શ્રીમત નાગપુરીય તપાગચ્છાધિરાજ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ સમણોપાસક સાફૂલચંદ માણેકચંદ સુત દિપચંદ હસ્તક // શ્રીરહુ કલ્યાણમસ્તુ // શ્રી ”
એટલે કે આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૮૯ના માગશર સુદ બીજને દિવસે શ્રી ભ્રાતૃચંદ્રજીની નિશ્રામાં થયેલો છે.
ગભારામાં મૂળનાયક શ્રી આદેશ્વરજીની અષ્ટ પ્રાતિહાર્ય પરિકરયુક્ત આરસની સુંદર પ્રતિમાજી બિરાજે છે. મૂળનાયકશ્રીની પ્રતિમાજી પર સં૧૫૦૩ નો મૂર્તિલેખ છે. ગભારામાં પાષાણની બાર પ્રતિમાજીઓ છે. જે પૈકી એક કાઉસ્સગ્ન પ્રતિમા છે. ઉપરાંત એક સ્ફટિકની પ્રતિમા છે. મૂળનાયકની પાછળની દીવાલ પર પરીઓ તથા ચામર ઢાળતા ઇન્દ્રોનું ચિત્રકામ થયેલું છે. અહીં ત્રણે ગર્ભદ્વારની બારસાખ કોતરણીયુક્ત છે. ડાબા ગભારે શ્રી મહાવીર સ્વામી તથા જમણા ગભારે શ્રી પાર્શ્વનાથજી બિરાજે છે. આ ગભારાની વિશેષતા એ છે કે ભગવાનના પબાસનની નીચેની આખી સળંગ પેનલ પણ કોતરણી યુક્ત છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૩)
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાના સમયનું છે.
માણેકચોક શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૪૩)
માણેકચોક વિસ્તારમાંજ ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયની જમણી બાજુની ગલીમાં જતાં સામે જ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય નજરે પડે છે.
આ જિનાલયની પ્રતિષ્ઠા સં૨૦૪૩માં કરવામાં આવેલ છે. જિનાલયની પ્રતિષ્ઠા આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસૂરીશ્વરજીના હસ્તે થયેલ છે. પ્રતિષ્ઠા સમયે જે નિમંત્રણ પત્રિકા સકલ સંઘને મોકલવામાં આવી હતી તે આ ગ્રંથના પ્રકરણ-૧૩માં મૂકવામાં આવી છે.
રંગમંડપમાં પ્રવેશતાં સન્મુખ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન થાય છે. રંગમંડપમાં મુખ્ય પ્રવેશદ્વારની ઉપર ગીરનારજી, જમણી બાજુ ભીંત પર અષ્ટાપદજી, શત્રુંજય, સિદ્ધચક્ર તથા ડાબી બાજુ દીવાલ પર કમઠનો પ્રસંગ વગેરેનું ચિત્રકામ છે. ડાબી બાજુ જ દીવાલ પર સમેતશિખર અને આબુનો પટ આરસમાં ઉપસાવેલ છે. મુખ્ય ગર્ભદ્વારની ઉપર દીવાલ પર પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવોનું વર્ણન ચિત્રિત કરેલ છે. જમીનમાંથી ખોદકામ કરતાં મળી આવેલ એક પંચધાતુયુક્ત પરિકર આ પટની કાચની ફ્રેમમાં મૂકવામાં આવેલ છે.
ગભારામાં આરસના બે તથા ધાતુના એક પ્રતિમાજી છે. અહીં પુંડરીક સ્વામીની આરસની પ્રતિમા છે. મૂળનાયકની જમણી બાજુ ભીંત પર આરસના બે પટ છે. આ બંને પટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org