________________
૧૦૨
ખંભાતનાં જિનાલયો
૭૨. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ, આદા સંઘવીનું દેહશું. ૭૩.શ્રી આદિસર ભગવાન, પુસાલ ભરતીનું દેહરું દક્ષણ સન્મષ.
સં૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માણેકચોક વિસ્તારમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૬માં નીચે મુજબ થયેલો છે :
માણેકચોક મહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું. ૭૧. મહાવીરસ્વામીનું. ૭૨. શાંતિનાથજીનું.
...................
૭૬. આદીનાથજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માણેકચોક નજીક વિસ્તારમાં આદેશ્વરજીનું ધાબાબંધી જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયમાં પાષાણની ચોવીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં આવેલા આદેશ્વરજીના આ જિનાલયમાં પાષાણની અઢાર પ્રતિમાજીઓ અને સ્ફટિકની એક પ્રતિમાજી હોવાનો ઉલ્લેખ થયેલો છે. પૃ. ૪૫ પર આ જિનાલય અંગે નીચે મુજબની નોંધ છે :
પોળમાં પ્રવેશતાં ડાબા હાથે આદીશ્વરનું દેહરૂં આવે છે જેનો વહીવટ ઓશવાળ જ્ઞાતિય શા. દલપતભાઈ ખુશાલચંદ ઝવેરી કરે છે. જે જીરાલાપાડામાં રહે છે.”
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં આવેલા આદેશ્વરજીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની અગિયાર પ્રતિમાજીઓ તથા સ્ફટિકની પ્રતિમાજી ઉપરાંત આરસની એક ગુરુમૂર્તિ હોવાનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ શ્રી બંસીલાલ ભાઈલાલ ઝવેરી તથા શ્રી ચંદ્રકાંતભાઈ કાંતિલાલ ઝવેરી હસ્તક છે.
આજે પણ આ જિનાલયમાં મૂળનાયક દક્ષિણ સન્મુખ છે.
જિનાલય સાદા પથ્થર તથા કાષ્ઠનું બનેલું છે. રંગમંડપમાં થાંભલા કાષ્ઠના છે. છતમાં મધ્યે જાળીની રચના છે. રંગમંડપની છત પર રંગકામ થયેલ છે. રંગમંડપની દીવાલો પર નવપદજી, સિદ્ધાચલજી, ગીરનારજી, સમેતશિખર, તારંગાજી વગેરે પટનું ચિત્રકામ થયેલ છે.
રંગમંડપમાં પ્રવેશતાં આપણી જમણી બાજુ ભીંત પર કાળારંગના આરસમાં લેખ કોતરેલ છે, જે નીચે મુજબ છે :
“શ્રી સ્તંભતીર્થે વિક્રમ સંવત ૧૯૮૯ના મિગસર સુદિ બીજ સેઠ રાયસિ અમરચંદ કચ્છ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org