________________
ખંભાતનાં જિનાલયો
૯૭
સુંદર કોતરણી છે. દીવાલો પર રંગીન ડિઝાઇનવાળા ટાઇલ્સ ચોંટાડેલા છે.
ગભારાની લાકડાની બારસાખ ઉપર સુંદર કોતરણી છે. અહીં મૂળનાયકની આજુબાજુમાં બે નાની દેરી જેવી કોતરણીયુક્ત રચના છે. તેમાં પાષાણની બે પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં પાષાણની કુલ નવ પ્રતિમાજીઓ બિરાજમાન છે. મૂળનાયકની જમણી તથા ડાબી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા બિરાજે છે.
આ જિનાલયની નોંધપાત્ર વિશેષતા એ છે કે અહીં રંગમંડપને બદલે ગભારામાં દીવાલો પર પટ ચિત્રિત કરેલ છે. તેમાં શત્રુંજય, ભાવનગર, તારંગા, કદંબગિરિ, સમેતશિખર, શંખેશ્વર, નવપદજી, મહાવીર સ્વામીના ઉપસર્ગો, શ્રીપાલરાજાના જીવનનો એક પ્રસંગ વગેરેનો સમાવેશ થાય છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૬૭૦ના સમયનું અને વિજયદેવસૂરિજી દ્વારા પ્રતિષ્ઠિત થયેલું છે.
બોરપીપળો વિમલનાથ-ઘરદેરાસર (સં. ૧૯૦૦ પહેલાં) બોરપીપળા વિસ્તારમાં ઝવેરીની ખડકીમાં શ્રી રસિકભાઈ દલપતભાઈ પરિવારના ઘરમાં શ્રી વિમલનાથજીનું જિનાલય આવેલું છે.
સં. ૧૯૦૦માં માણેકચોક મળે છે ઘરદેરાસરોનો ઉલ્લેખ થયેલો છે તે પૈકી પરીખ સકળચંદ હેમચંદના ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે.
શ્રી પરીખ સકળચંદ હેમચંદના ઘરદેરાસરમાં મૂળનાયક વિમલનાથજી હતા તે મુજબનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડીરેક્ટરીમાં થયેલો છે. તે સમયે આ જિનાલય બોરપીપળા વિસ્તારમાં જ દર્શાવવામાં આવ્યું છે. આ જિનાલયમાં ધાતુના બાર પ્રતિમાજીઓ હતા અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં વિમલનાથજીનું આ ઘરદેરાસર માણેકચોક વિસ્તારમાં દર્શાવવામાં આવેલું હતું. તે સમયે પણ આ જિનાલયમાં ધાતુની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ હતો. આ ઘરદેરાસર સાથે શેઠ રસિકભાઈ દલપતભાઈનું નામ જોડાયેલું હતું અને જિનાલય તે સમયે ત્રીજે માળ હતું. જિનાલયના મકાનની સ્થિતિ તે સમયે સારી હતી.
આ અત્રે એ જણાવવું જોઈએ કે હાલમાં બોરપીપળામાંની ઝવેરીની ખડકીનું પ્રસ્તુત જિનાલય માણેકચોકની ઘણી નજીક આવેલુ છે. સ્થળનામો બદલાય છે. વિસ્તાર નાના-મોટા થાય છે. તે રૂએ આજના બોરપીપળાનો કેટલોક ભાગ કેટલોક સમય માણેકચોક વિસ્તાર ગણાતો હોઈ શકે. આથી જ, વિમલનાથ જિનાલય સંદર્ભે આપણને સં. ૧૯૦૦માં માણેકચોક, સં. ૧૯૬૩માં બોરપીપળો
ખંભા૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org