________________
ખંભાતનાં જિનાલયો
નીચે મુજબ થયેલો છે :
અથ બોરપીપલે દેહરાં-૪ ૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદમાવતીની મૂરતિ કઈ ૫૫. શ્રી ભંયરામાં ગોડી પાર્શ્વનાથ ૫૬. શ્રી મુનિસુવ્રત સ્વામી ૫૭. શ્રી સંભવનાથનું દેહરું
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં બોરપીપળા વિસ્તારમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૬માં નીચે મુજબ થયેલો છે :
બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું
૧૬. મુનિસુવ્રત સ્વામીનું ૧૭. વજે ચીંતામણ પારસનાથજીનું
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં બોરપીપળા વિસ્તારમાં આવેલા શ્રી મુનિસુવ્રતસ્વામીના જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવેલું છે. તે સમયે પાષાણની કુલ તેર પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં બોરપીપળામાં આવેલા મુનિસુવ્રતસ્વામીના જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે વહીવટ ગફુરભાઈ જીણાભાઈ હસ્તક હતો કે જેઓ એ વિસ્તારમાં જ રહેતા હતા.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં બોરપીપળામાં આવેલા મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની આઠ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે પણ મૂળનાયકના લેખનો સંવત ૧૬૬૬ દર્શાવવામાં આવ્યો છે અને વહીવટ શેઠ ભોગીલાલ ગફુરભાઈ હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ પરસોત્તમદાસ કેશવલાલ શાહ અને કનુભાઈ ભોગીલાલ શાહ હસ્તક છે. જેઓ બંને બોરપીપળામાં જ રહે છે.
વર્ષો પૂર્વે અહીં ભોંયરામાં પ્રતિમાજી હતા. જે કાળક્રમે ખંડિત થઈ જવાથી દરિયામાં પધરાવી દેવામાં આવેલ છે. હાલ ભોયરામાં કોઈ પ્રતિમાજી નથી.
આ જિનાલયના પ્રવેશદ્વારની ચોકીમાં પથ્થરની કોતરણી સુંદર છે. બંને બાજુએ દ્વારપાલનાં શિલ્પો છે. રંગમંડપમાં કાચનાં બે ભીંતકબાટો છે. જેની ઉપર અને નીચેના ભાગમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org