________________
ખંભાતનાં જિનાલયો
બોરપીપળો
મુનિસુવ્રતસ્વામી (સં. ૧૬૭૦) બોરપીપળા વિસ્તારમાં શ્રી સંભવનાથજીના જિનાલયની સામે આરસનું મુનિસુવ્રતસ્વામીનું ભોંયરાયુક્ત, ધાબાબંધી જિનાલય આવેલું છે. જિનાલય જીર્ણ અવસ્થામાં છે.
સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
બીજી સાલવી પોલિ, બઈ પ્રાસાદ પૂજો અંઘોલિ, કેસર ચંદન ઘોલિ, હો ૨૦ સંભવનાથ જિન પ્રતિમા વીસ, મૅનિસુવ્રતનઈ નામું સીસ,
ભેયરિ બંબ બાવીસ, હો | ૨૧ એટલે કે તે સમયે પણ મુનિસુવ્રત સ્વામીનું જિનાલય ભોંયરાયુક્ત હતું. મૂળનાયકશ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ છે :
સં. ૧૬૬૬ વર્ષે ફાલ્ગન સુદિ ૩ ગુરુ થંભતીર્થ વાસ્તવ્ય લઘુ ઉકેશ જ્ઞાતીય સા. કાહનજીકન ભાર્યા મરઘાબાઈ પ્રમુખ કુટુંબયતન સ્વશ્રેયસે શ્રી મુનિસુવ્રત બિંબ કારિત પ્રતિષ્ઠિત ચ શ્રીમદ્ ...ભટ્ટારક..શ્રી હીરવિજય સૂરિશ્વર પટ્ટાલંકાર ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિશ્વર નિર્દેશાત્ શ્રી વિજયદેવ સૂરિભિઃ ચિર નંદતાત્ શ્રીરડુ ||
રંગમંડપમાં મૂળનાયકની ડાબી બાજુ ભીંત પર એક શિલાલેખ છે જે નીચે મુજબ છેઃ
JIભલે મીંડું સંવત ૧૬૭૦ વર્ષે વૈશાખ માસે શુકલ પક્ષે ૧૩ તિથી લઘુ શાખાયાં ઉસવાલ જ્ઞાતિયમ્ સા અમિઆ ભાર્યા અમરાદે સૂત સા કાન્હજી કેન ભાર્યા મરઘાદ સહિતેન સ્વદ્રવ્યવ્યયેન સ્વશ્રેયોર્થમ્ પ્રાસાદ કારાપિતા તત્ર સ્વદ્રવ્ય નિષ્પન્ના શ્રી મુનિસુવ્રત તીર્થંકર પ્રતિમા સ્થાપિતા પ્રતિષ્ઠતા શ્રી તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિભિઃ || શ્રી: સંવત ૧૬૮૩ વર્ષે ઇયં પ્રશસ્તિ લિખાપિતા
સં. ૧૭૦૧માં મહિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
સાલવી પોલિ સંભવનાયક બઈતાલીસ જિનપુંગવજી
ભુંઈરઈ વલી સુવ્રત એકાવન પંચસયા નવપલ્લવજી ૫ એટલે કે સં. ૧૭૦૧માં પણ મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ભોંયરા સાથે કરવામાં આવેલો છે.
સં. ૧૯૦૦માં બોરપીપળામાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક પદ્દમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org