________________
ખંભાતનાં જિનાલયો
૮૪
ગભારામાં મૂળનાયક શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા અષ્ટપ્રાતિહાર્ય પરિકર યુક્ત છે. મૂળનાયકના ડાબા-જમણા ગભારે બિરાજમાન પ્રતિમાઓનાં લાંછન કે નામ વંચાતાં નથી. મૂળનાયકની પ્રતિમા પર “અલાઈ સંવત ૫૦ સં. ૧૬૬૧' સ્પષ્ટ વાંચી શકાય છે. મૂળનાયકની ડાબી-જમણી બાજુ આવેલા શ્રી મહાવીર સ્વામી તથા શ્રી કુંથુનાથની બંને પ્રતિમાજીઓ પર સં૧૬૬૭........ ‘વિજયદેવસૂરિ....” વંચાય છે. ગભારો લાંબો અને પહોળો છે. અહીં પાષાણની કુલ સાડત્રીસ પ્રતિમાજીઓ છે. મૂળનાયકની પાછળની દીવાલો પર અષ્ટાપદજી, ગીરનાર, આબુ, સમેતશિખર, ભદ્રેશ્વર, ૧૪ સ્વપ્નો, પાર્શ્વનાથજીના ઉપસર્ગ વગેરેનું ચિત્રકામ સુંદર છે. અહીં છેલ્લા ૧૫ વર્ષથી અખંડ દીવો ચાલુ છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૭૩ પહેલાના સમયનું છે.
સંઘવીની પોળ
વિમલનાથ (સં. ૧૬૩૯ આસપાસ) સંઘવીની પોળમાં વિમલનાથજીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સંઘવીની પોળમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
સેગઠા પાડા માંહિ હવિ સોહિ, બિ પ્રાસાદઈ મનડું મોહઈ, ”
વિમલનાથનિ દેહરિ બીજઈ, દસ પ્રતિમાની પૂજા કીજઈ,
માનવભવ ફલ લીજે, હો // ૧૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
ગયા પાટિક સેગઠાઈ ચિંતામણિ ચૌદ સાતસઈ
વિમલ ચઉદ ભુંઈરઈ છ(ઇ) બોરપીપલિ ઉલ્હસઈ. સં. ૧૯૦૦માં સંઘવીની પોળમાં આવેલાં બે જિનાલયો પૈકી વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૯માં નીચે મુજબ થયેલો છે :
અથ સંઘવીની પોલમાં દેહરા -૨ ૫૮. શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી પદ્માવતીની મૂરતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org