________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા આત્મા અમર હોવું જોઈએ, દેહનાશ એટલે આત્મનાશ એમ ન હોવું જોઈએ, જગતનિરીશ્વર હોઈ ન શકે,” એવા પ્રકારની માન્યતા કે ઇચ્છા ધરાવે છે, પણ તેની તે બાબતમાં ખાતરી હોતી નથી. સદય, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ઈશ્વર વિષે જેને સંશય રહ્યો નથી, જગતમાં જે કંઈ થાય છે તે સર્વ ઈશ્વરેચ્છાથી થાય છે અને તે સર્વ એકદંર હિત પરિણમી છે એવી જેની શ્રદ્ધા છે, કિંવા એ જેનો યુક્તિવાદ વગેરેથી નિશ્ચય થયેલ છે તે કેવળ નીતિનિટ નહિ પણ ધર્મનિટ સુધ્ધાં છે એમ સમજવું. ધાર્મિક વૃત્તિના માણસને આ વિષય સંબંધે જે આત્મપ્રત્યય, જે ઉત્સાહ જણાય છે, તે સન્માર્ગે ચાલનારા સર્વ માણસ ધરાવતા હોય છે જ એવું કંઈ હોતું નથી. સરળતા, કોમળતા, સુસંસ્કૃતિ, પરહિતતત્પરતા વગેરે ગુણોથી યુક્ત એવા કેટલાક લોકોને નીતિ સ્વાભાવિક રીતે પ્રિય હોય છે; પણ ઉપર કહેલા પ્રકારની દઢ શ્રદ્ધા કે સંશયાતીત જ્ઞાન તેમને નહિ હોવાથી તેમની નીતિપ્રિયતા જેટલી ઉત્સાહયુક્ત, આનંદપ્રચુર અને સ્કૂર્તિદાયક હોવી જોઈએ તેટલી નથી હોતી. આવા નીતિનિક માણસ કદી પણ અસદાચાર નહિ સેવે, ઈદ્રિયના દાસ નહિ બને, શ્રેય અને પ્રેયમાં કલહ ઉત્પન્ન થતાં શ્રેયનો જ સ્વીકાર કરશે; પરંતુ દુનિયા ખૂકતી હૈ, કાનેવાલા ચાહિયે, એ અનુભવ વારંવાર થયેલ હોવાથી સત્ય માટે કે દેશહિત માટે સદભિમાનથી પોતે જે ઈદ્રિયનિગ્રહ કરે છે, સ્વાર્થ પર પાણી મૂકે છે. સુખનો જીવ દુઃખમાં નાખે છે, તે સર્વ મૂકતી દુનિયામાં – પાપપ્રચુર, બાહ્યતઃ પણ નિરીશ્વર દેખાતા તથા બળિયાના બે ભાગના ન્યાયે વર્તનારા જગતમાં–ફેગટ, મેહમૂલક, મૂર્ખતાભરેલ છે કે શું એવી શંકા તેના હૃદયના એક ખૂણામાં સર્વદા લપાઈ રહેલી હોય છે, અને તેની છાયા તેની મનોવૃત્તિ પર, ભલેને પછી સુક્ષ્મ રીતે પડતી હોય પણ એ છાયા દાચર થયા સિવાય રહેતી નથી. નીતિનિક માણસમાં પવિત્રતાનું તેજ હોય છે જ; પણ તે માણસના મનને પૂર્ણ સંતોષ પ્રાપ્ત થયેલ હેતે નથી, સંસારનું કોકડું તેનાથી ઉકેલાયેલું હોતું નથી; તે સંસાર પ્રતિ આશ્ચર્યવત દૃષ્ટિથી જુએ છે, એટલું જ નહિ પણ તેમાંની ક્રૂરતા, અન્યાય વગેરે જોઈ તે ભયભીત થયેલું હોય છે. રાશી ત્રિવધૂ તિવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org