________________
નીતિશાસ્ત્ર પ્રવેશ તેજ હોય છે જ; પણ તેના મનને પૂર્ણ સમાધાન મળેલું હોતું નથી, સંસારનું ગૂઢ ઊકલેલું હેતું નથી, તે સંસાર તરફ “આશ્ચર્યવત ” દષ્ટિએ જેતે હેય છે; એટલું જ નહિ પણ કરતા, અન્યાય વગેરે જોઈને તે ભયભીત બનેલું હોય છે.
શશી વિધૂસરો જિતવના શામિની” વગેરે શૂળ તેને વારંવાર ખેંચે છે. જગતનો જે કોઈ દયાળુ નિયંતા હોય તો તે આને ખૂંચતી વાતને સ્થાન કેમ આપે છે, તે તેને સમજાતું નથી. એવી વાતે ચાલવા દેવામાં ઈશ્વરનો કંઈ પણ હેતુ હશે, એવા પ્રકારના યુક્તિવાદને તે સમજે છે પણ તે પૂર્ણપણે તેને સમજાતું નથી. જગત જેવું હોવું જોઈએ તેવું છે એમ તેને લાગતું નથી; વેદાંતની ભાષામાં કહીએ તો તેને દૈતભાવ નષ્ટ થયેલો નથી હોતો, જગત સચ્ચિદાનંદાત્મક હોવાની તેને સારી પ્રતીતિ મળતી નથી. સર્વત્ર આનંદ ભરેલો છે, સર્વ ચિદાત્મક છે, સર્વ સતસ્વરૂપ – નીતિ દષ્ટિએ સારું – છે એવું કંઈ તેને જણાતું નથી. ભૂકંપ, સર્પદંશ, વ્યભિચાર, માત્સર્ય, કામક્રોધાદિ પ્રબળ ષડરિપુ વગેરે આ જગતમાં ન હોત તે શું બગડી જાત તે સારી રીતે તેની ધ્યાનમાં આવતું નથી. તેને શંકા થાય છે કેકેટલીક સ્ત્રીઓ સુંદર હોય છે પણ તે પાપાચાર આચરે છે તે ઈશ્વરની અનુજ્ઞાથી જ થાય છે કે શું? સ્ત્રીઓના સૌંદર્ય અને સદાચારને જ પુરુષના હૃદયમાં અભિલાષા ઉત્પન્ન કરવાને કારણભૂત બનેલા જોઈ શેક્સપિયરને પણ કૌતુક થયું છે. સંત-શીલ અસત અભિલાષ કેમ ઉત્પન્ન કરે છે? સૌંદર્ય મલિન વિચારને કેમ પ્રેરણા આપે છે? સાધુત્વ જ અસાધુ આચરણમાં કેમ પ્રવૃત્ત કરે છે? ઈશ્વરને જ્યારે સાધુતા પ્રિય છે ત્યારે જ્યાં સાધુત્વ ટકવું અશક્યવત છે તેવી પરિસ્થિતિમાં તે લાખો માણસને કેમ મૂકે છે? ધાર્મિક શ્રદ્ધા કિંવા બ્રહ્મજ્ઞાનના આધાર વગરના પરંતુ નીતિતત્પર માણસના મનમાં તે પોતે તેને દાબવાને ગમે તેટલો પ્રયત્ન કરતો હોય છતાં કદી કદી આવી આવી શંકા આવ્યા સિવાય રહેશે નહિ. સૃષ્ટિ તરફ નજર કરો, ત્યાં શું જણાય છે? લેહી, પરૂ, નરક, દુર્ગધ વગેરે નિર્જીવ કેટીની વાત બાજુએ રાખીશું. સજીવ કેટી તરફ જોઈએ છે તે જણાય છે કે, જ્યાં ત્યાં એકલપેટાપણું, મારામારી, કાપાકાપી, ખૂન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org