________________
ધર્મ અને નીતિ ભિન્નત્વ ભરાયેલું છે તે જોવું તેનું જ નામ તત્વજ્ઞાન. તમારા મારા જેવા એ દૃષ્ટિ આપણને પૂર્ણપણે પ્રાપ્ત થયેલી છે એમ કહી શકે એ શક્ય નથી; તથાપિ કહી શકાશે કે, તત્ત્વજ્ઞાનના એ લક્ષણ તરફ લક્ષ આપી વિચાર કરવાનો પ્રયત્ન કરવાથી ધ્યેયપૂજા અને દેવપૂજા એ બેમાં એકત્વનું દર્શન થવું અશક્ય નથી. “દેવ” દેવ” એમ આપણે કહીએ છીએ પણ શું એ દેવને અર્થ મૂર્ત સ્વરૂપ પામેલું ધ્યેય' એવો નથી હોતો કે? અને જો એ વાત સાચી હોય, તો “માનવજાતિનું કલ્યાણ, બહુજનહિત સાધન વગેરે જે ધ્યેયો તાકિકને મન આદરણીય હોય છે, જે બેયની એ લોકો પોતપોતાની રીતે અનન્યભાવથી ઉત્સાહપૂર્વક પૂજા કરે છે, તે એને સામાન્ય ભાષાએ દેવત્વનો ગુણ આપ્યો ન હોય તે કારણે સૂમદર્શી તત્વવિવેચકોની શ્રદ્ધાભક્તિયુક્ત ધ્યેયપૂજાને દેવપૂજાનું માન કેમ આપવું નહિ તે સમજાવું મુશ્કેલ છે. દેવ એટલે અમુક કાંઈ એવું જે ઠરેલું હેત, તે જુદી વાત હતી; પણ દેવનો અર્થ પ્રત્યેક કાળ કે જાતિમાં જ નહિ પણ પ્રત્યેક માણસના મનમાં ભિન્ન ભિન્ન હોય છે, અને એક જ માણસના મનમાં અર્થ વય તથા સંસ્કારભેદથી બદલાતું જાય છે એ વાત વિચારમાં લીધા પછી, ધ્યેય એટલે આધુનિક કાળને દેવ એમ કહેવામાં મને તે હરકત જણાતી નથી. કેઈ કહેશે કે, “બેય ઉચ્ચ હોય તે તમારી વાત બરાબર જણાય છે; પણ એય નીચા હોય તે તેને દેવત્વનું સિંદૂર શી રીતે લગાડાય ? ” ઉત્તર એ છે કે, ધર્મ તથા દેવની કલ્પનાના ઇતિહાસ તરફ જોઈશું તો આપણી દષ્ટિએ સર્વ દેવે સારા ઠરશે એવું કંઈ નક્કી નથી. કેટલાક બલિ લેનાર, કેટલાક લિંગપૂજા શીખવનાર, કેટલાક પરપુરુષગમન નહિ કરનાર સ્ત્રીને અપવિત્ર માનનાર, એવા એક બે નહિ પણ હજારે પ્રકારના દેવ છે. આવા દેવને દેવોની સભામાં બેધડક નિમ ત્રણ આપનારાએ ઉદાર ધ્યેયરૂપી દેવને આમંત્રણ આપવામાં શા માટે આનાકાની કરવી જોઈએ?
બીજું એ કે, “એય’પૂજા કરનાર તાર્કિક પ્રથમ દર્શને ઈન્દ્રિયાતીત પ્રમાણ નહિ માનનાર, અશ્રદ્ધ, વ્યક્ત પર જ આધાર રાખનાર જણાતા હશે; પણ ઊંડી નજરે જોનાર જોઈ શકશે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org