________________
ધર્મ અને નીતિ
૫૫૫ છે તે ખરેખર સંશયાત્મ નથી હોતું; પણ વિસંગતાત્મત્વ હોય છે; એટલે ત્યાં નિશ્ચયને અભાવ હોય છે એમ નથી હોતું; ઊલટું નિશ્ચયને સુકાળ હોય છે પરંતુ હમણુનો નિશ્ચય બીજી ક્ષણે ટકવાનો ભસે નથી હોતો. હમણાં ઈશ્વરનું અસ્તિત્વ માનીને તેને નમન કરવું, પાછળથી તેનું વિસ્મરણ કરી ખોટું બોલવું; આજે દેશાભિમાની બની સ્વદેશીની પ્રતિજ્ઞા લેવી, કાલે કોઈ સ્થળે ગયા પછી વિલાયતી ખાંડની ચા પીને તેને ભંગ કરવો; બીજે દિવસે સદ્દગુરુ કે સન્મિત્રની સંગતિના પ્રભાવથી પરોપકાર અથવા જનસેવાનું ધ્યેય રાખી તે પ્રમાણે વર્તવું, ધર્મવિધિના પ્રસંગે ઈંદ્રપૂજન કરવું, પાછળથી ઇંદ્રિયપૂજન કરવું; એ અને એવા વર્તનક્રમમાં હંમેશા માટે ટકી રહેનાર નિશ્ચય છે કે નજરે પડતું નથી; પણ તે તે સમયે અથવા ક્ષણે કંઈ પણ નિશ્ચય થયેલો હોય છે જ અને તેથી જ કંઈ ને કંઈ ક્રિયા થાય છે. અસ્તુ. આટલા વિવેચનથી કાયમનું, સ્થિર, નિત્ય, અવિરત સંશયાત્મત્વ વ્યવહાર દષ્ટિએ અશક્ય છે એમ સિદ્ધ થયું છે એવું ગૃહીત ગણીને હવે મુખ્ય મુદ્દા તરફ વળીશું. આપણો પ્રશ્ન એ છે કે, બાહ્યસૃષ્ટિના તથા મન સૃષ્ટિના અનેક, અનેકવિધ ચમત્કાર જોઈને આશ્ચર્ય કે ભય પામેલું મન કિવા વ્યાકુળ બનેલા જંગલી માણસનું મન નિશ્ચય કરે છે? આપણે પાછળ ઠરાવી ગયા છીએ કે, ધર્મવિચાર કરવામાં ઉત્પન્ન થતા પ્રશ્નના જે ઉત્તર મળે તેને જ તે જંગલી માણસનું તત્ત્વજ્ઞાન કહેવું અને તેને જ તેની ધાર્મિક સમજ માનવી.
જંગલી માણસના મનમાં શું ચાલે છે તેનું સ્પષ્ટ અને પૂર્ણ સ્વરૂપ સમજમાં આવવું એ અતિ કઠિન છે. કારણકે, આપણું અને તેના મનોવિકાસમાં એટલે ફરક પડેલો છે કે, તેના સ્થાને આપણે છીએ એવી કલ્પના કરવા ઈચ્છીએ તો પણ ખરેખર તેમ બનવું અશક્યવત્ છે. તથાપિ તેના મનોવિકાર અને વિચારનું સામાન્ય સ્વરૂપ આંકવામાં વાદ હોવાનું વિશેષ કારણ નથી. જ્યાં જ્યાં “મન” છે ત્યાં ત્યાં સામાન્ય રીતે જે ક્રિયા ચાલતી જ હોય છે, તે પરથી ઉપરનું સ્વરૂપ ઠરાવવામાં ભૂલ નહિ થાય. તદન કનિષ્ટ કાટીને અથવા અવસ્થાને જંગલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org